News of Thursday, 22nd October 2026
સુરતના સીમાડા વિસ્તારમાં બ્રિજની કામગીરી દરમિયાન મકાનનો કેટલોક ભાગ બેસી ગયો : કોન્ટ્રાક્ટરને નોટીસ
નુકસાનનો ભોગ બનેલા દુકાનદારને વળતર ચૂકવવા અંગે પણ કોન્ટ્રાક્ટરને સૂચના:મકાન નજીક આવેલી પાણીની પાઈપલાઈન પણ બંધ

સુરતના સીમાડા વિસ્તારમાં બ્રિજની કામગીરી દરમિયાન મકાનનો કેટલોક ભાગ બેસી જવાની ઘટના સામે આવી છે. બ્રિજની કામગીરી દરમિયાન માટીનું પુરાણ કરવામાં આવ્યું હતું, જેના પગલે મકાનને નુકસાન થયું હોવાની વિગતો સામે આવી છે. ઘટનાને પગલે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક નોટિસ પાઠવી ખુલાસો માગવામાં આવ્યો છે. આ ઉપરાંત, નુકસાનનો ભોગ બનેલા દુકાનદારને વળતર ચૂકવવા અંગે પણ કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે. મકાન નજીક આવેલી પાણીની પાઈપલાઈન પણ બંધ કરવામાં આવી છે. બ્રિજની કામગીરી દરમિયાન મકાનને નુકસાન પહોંચતાં બાંધકામની પદ્ધતિ અને સલામતીનાં પગલાં અંગે સવાલો ઊભા થયા છે.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
