<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

રાજયભરના મધ્‍યાહન ભોજન કર્મચારીઓને મહિને ૨૭ હજારનો પગાર ચૂકવોઃ નોકરીની સુરક્ષા, પીએફ, અકસ્‍માત વીમા કવચની માંગણી

ઓલ ગુજરાત મધ્‍યાહન ભોજન કર્મચારી મંડળની બેઠક મળીઃ ઉકેલ નહી તો આંદોલનની ચેતવણી

રાજકોટ તા.૨૫: ઓલ ગુજરાત રાજ્‍ય મધ્‍યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓના હિત અને સુરક્ષા માટે ૧૩ મહત્‍વપૂર્ણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. મંડળના પ્રમુખ કિશોરચંદ્ર એમ. જોશી અને મહામંત્રી પ્રવીણભાઈ જે. પરમારની આગેવાની હેઠળ જાહેર કરાયેલા આ પત્રકમાં કર્મચારીઓની લાંબા સમયની સમસ્‍યાઓના નિરાકરણ પર ભાર મૂકવામાં આવ્‍યો છે. મંડળની સૌથી પ્રથમ અને મુખ્‍ય માંગ મુજબ, મધ્‍યાહન ભોજન યોજનાના કર્મચારીઓને અન્‍ય કર્મચારીઓની માફક કાયમી કરવામાં આવે અને શ્રમ કાયદા મુજબ લઘુતમ વેતન ધોરણે માસિક રૂા.૨૧ હજાર પગાર ચૂકવવામાં આવે. આ ઉપરાંત, કર્મચારીઓને વર્ષ દરમિયાન ૧૨ મહિનાનું પૂરું વેતન આપવાની માંગ પણ કરવામાં આવી છે.

અન્‍ય મુખ્‍ય માંગણીઓમાં કર્મચારીઓને નોકરીની સુરક્ષા (જોબ સિકયુરિટી) આપવામાં આવે તેમજ પીએફ, ગ્રેચ્‍યુઈટી અને અકસ્‍માત વીમા કવચનો લાભ આપવામાં આવે.  નિવળત્તિ વય મર્યાદા ૬૫ વર્ષ નક્કી કરવામાં આવે, નિમણૂકના નિયમોમાં સુધારો કરવામાં આવે અને વારસદારને નોકરી આપવાની જોગવાઈ લાગુ કરવામાં આવે.

નિયમ મુજબ વાહનભાડું ચૂકવવામાં આવે અને કોઈ પણ આકસ્‍મિક ખર્ચ માટે અલગથી જોગવાઈ આપવામાં આવે. ‘મુખ્‍યમંત્રી પૌષ્ટિક અલ્‍પાહાર''માં પેશગી પેટે રૂા.૮ કરવામાં આવે, મધ્‍યાહન ભોજનના ખર્ચમાં વધારો થાય અને ગેસ-સગડીના રિપેરિંગ માટે દર સત્રમાં જોગવાઈ મુજબ ખર્ચ આપવામાં આવે. તેમજ જો પ્રશ્નોનું નિરાકરણ નહી થાય તો, આંદોલનની ચેતવણી અપાઇ છે. 

(4:29 PM IST)