<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

અમદાવાદમાં દિવાળી પહેલાં લોકોને બિસ્માર રસ્તાઓમાંથી રાહત મળશે : તાત્કાલિક સમારકામ કરાવવાનો આદેશ

રસ્તાનું સમારકામ કર્યા બાદ 72 કલાકમાં એજન્સીઓએ કામગીરીના ફોટા અપલોડ કરવાના રહેશે

અમદાવાદમાં દિવાળી પહેલાં લોકોને બિસ્માર રસ્તાઓમાંથી રાહત મળે તે માટે સરકારે રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવાનો આદેશ આપ્યો છે. રસ્તા પરના ખાડા 48 કલાકમાં પૂરી દેવા અને નબળી કામગીરી કરનારી એજન્સીઓને દંડ ફટકારવાની સૂચના આપવામાં આવી છે. રસ્તાનું સમારકામ કર્યા બાદ 72 કલાકમાં એજન્સીઓએ કામગીરીના ફોટા અપલોડ કરવાના રહેશે. 

   આ ઉપરાંત, રસ્તાનાં કામમાં કોઈ ઢીલાશ ન રહે તે માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સને સ્થળ પર જઈને તપાસ કરવા આદેશ અપાયો છે. રસ્તા બનાવ્યા બાદ મેનહોલ અને ડ્રેનેજ લાઇનનાં લેવલ પણ તાત્કાલિક યોગ્ય કરવાનાં રહેશે. વારંવાર ખાડા પડતા રસ્તાઓને RCC રોડમાં ફેરવવા સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ, બ્રિજમાં તિરાડ જોવા મળે તો તાત્કાલિક પગલાં લેવા અને નાના પેચવર્કની કામગીરી 30 દિવસમાં પૂર્ણ કરવા નિર્દેશ અપાયો છે. સરકારના આ આદેશથી દિવાળી પહેલાં શહેરના રસ્તાઓની સ્થિતિ સુધરશે અને વાહનચાલકોને રાહત મળશે તેવી આશા છે.

(1:26 PM IST)