તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
લોકોનો મૂડ બદલાઈ રહ્યો છે, પણ કોઇ લહેર નથીઃ કોંગ્રેસ-આપ વચ્ચે મત વહેંચાય તો ભાજપને મોટો ફાયદો
શહેરી વિસ્તારમાં ભાજપનું પ્ર]ભુત્વ યથાવત્: ગત ચૂંટણી કરતાં ભાજપનો વોટ-શેર વધશેઃ કોંગ્રેસ બીજા અને આપ ત્રીજા ક્રમે રહે કે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં અપસેટ સર્જે તેવી સંભાવના ઓછી : કોંગ્રેસને ગ્રામ્ય વિસ્તારોમાં મર્યાદિત લાભ મળી શકે છેઃ જ્યારે આપ ત્રીજી શક્તિ તરીકે પોતાની હાજરી વધુ મજબૂત કરી શકે તેમ મનાય છે

અમદાવાદ તા.૨૫: રાજ્યની ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા અને ૨૬૦ તાલુકા પંચાયતોની ચૂંટણી ૨૬મી-એપ્રિલે યોજાશે. તેના ૪૮ કલાક અગાઉ એટલે કે ૨૪મીએ એપ્રિલની સાંજના ૫ વાગ્યે ચૂંટણી પ્રચાર થંભી જશે અર્થાત ચૂંટણી અને તેના પ્રચારની આડે હવે માંડ ગણતરીના દિવસો-કલાકો બાકી રહ્યાં છે ત્યારે કેટલોક ગણગણાટ હવે બુલંદ થઈ રહ્યો છે કે, ભાજપના ઉમેદવારોની સભાઓ માં લોકોની હાજરી વધી રહી છે તો કેટલાક કહે છે કે, આમ આદમી પાર્ટી વધુ આક્રમક દેખાઈ રહી છે તો, ક્યાંક કોંગ્રેસ તેના સોગઠા ગોઠવી રહી છે કે પછી માહોલ જામતો નથી. લોકોમાં ચૂંટણી પ્રત્યે બહુ રસ જણાતો નથી કે લોકો તેમનું મન વર્તાવા દેતા નથી. આવી જાત-ભાતની વાતો વચ્ચે રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો અધ્ધર જીવે છે. અંદરખાને રાજકીય પક્ષો તાળા મેળવી રહ્યાં છે કે વાસ્તવમાં સ્થિતિ શું છે ? આવી પરિસ્થિતિમાં એમ કહી શકાય કે કે લોકોનો મૂડ બદલાઈ રહ્યો છે, પણ કોઇ લહેર નથી.
પરિણામ સ્વરુપ, ભાજપને નુકસાન થવાની શક્યતા જણાતી નથી તેનું પ્રભુત્વ યથાવત રહેવાની શક્યતા છે. કોંગ્રેસને ગ્રામ્ય વિસ્તારોમાં મર્યાદિત લાભ મળી શકે છે. જ્યારે આપ ત્રીજી શક્તિ તરીકે પોતાની હાજરી વધુ મજબૂત કરી શકે તેમ મનાય છે. ગુજરાતની આ વખતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ ગત ચૂંટણીની જેમ સાવ એક-તરફી નથી, વિપક્ષોનો પડકાર જરુર ઉભી થયો છે પણ તે વહેંચાયેલો છે એટલે આ ત્રિ-પાંખિયો ચૂંટણી જંગથી શહેરી-અર્ધ શહેરી વિસ્તારોમાં ભાજપને લાભકર્તા સાબિત થશે. આમ, એન્ટી ઈન્કમ્બન્સીના માહોલ વચ્ચે પણ સમગ્ર રમત પલટાઈ જાય-તેવી સ્થિતિ હાલ બિલકુલ દેખાતી નથી.
શહેરી વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ હજુ પણ યથાવત છે. મહાનગરપાલિકાઓમાં ભાજપને ગત ચૂંટણી કરતાં ૨-૫ ટકા વોટશેરની વધધટ વચ્ચે શહેરોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો મત વિભાજન ભાજપને સીધો લાભ અપાવશે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં આપનું વધતું પ્રભાવ કોંગ્રેસના પરંપરાગત મતબેંકમાં ગાબડું પડાવે તેવી શક્યતા છે.
જ્યારે, નગરપાલિકા સ્તરે સ્થિતિ વધુ રસપ્રદ બની રહી છે. અહીં સ્થાનિક અસંતોષ, ટિકિટ વિતરણ અને બળવાખોરી જેવા પરિબળો અસરકારક સાબિત થઈ શકે છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસને તેનો મર્યાદિત લાભ મળી શકે છે. જ્યારે આપ પણ કેટલીક નગરપાલિકાઓમાં સરપ્રાઇઝ આપી શકે છે. ગ્રામ્ય વિસ્તારોમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને આદિવાસી પટ્ટામાં કોંગ્રેસ હજુ પણ સ્પર્ધાત્મક સ્થિતિમાં છે. જિલ્લા અને તાલુકા પંચાયત સ્તરે કોંગ્રેસનો વોટ શેર થોડો વધી શકે છે પરંતુ આપનો પ્રભાવ ગ્રામ્ય વિસ્તારોમાં હજી મર્યાદિત છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
