<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

પેટ્રોલ વાહનોના વેચાણમાં ૫૭% ઘટાડોઃ ઈલેક્‍ટ્રિક વાહનનો ક્રેઝ વધ્‍યો

વડાપ્રધાન મોદીના આહ્વાનને ગુજરાતીઓએ દિલથી ઝીલ્‍યું : ૨૦૨૫ અને ૨૦૨૬ની તા.૧૨થી ૧૭ વચ્‍ચે વાહન ખરીદીના ટ્રેન્‍ડમાં મોટો ઉલટફેર

વડોદરા,તા.૧૯: દેશના પીએમ મોદીની અપીલની જનતા પર કેવી ઊંડી અને વ્‍યાપક અસર થાય છે, તેનો વધુ એક જીવંત પુરાવો ગુજરાતમાં જોવા મળ્‍યો છે. તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા મોદી દ્વારા દેશના આર્થિક હિતમાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવાની જે અપીલ કરાઈ, તેને રાજ્‍યના નાગરિકોએ અનુસરી છે. ટ્રાન્‍સપોર્ટ વિભાગના આંકડા સ્‍પષ્ટપણે દર્શાવે છે કે, ભ્‍પ્ની અપીલના પગલે માત્ર ૬ દિવસમાં ગુજરાતમાં પ્‍યોર પેટ્રોલ વાહનોની ખરીદીમાં ૫૭ ્રુનો ઘટાડો થયો છે.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ગત સપ્તાહમાં એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્‍યા હતા. આ દરમિયાન તેમણે જામનગર, સોમનાથ અને વડોદરા ખાતે આયોજિત વિવિધ વિકાસ કાર્યો અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી હતી. પોતાના સંબોધનમાં દેશની આર્થિક સ્‍થિતિ અને વૈશ્વિક પડકારોનો ઉલ્‍લેખ કરતા પીએમ મોદીએ ચિતા વ્‍યકત કરી હતી કે, દેશના વિદેશી હૂંડિયામણનો મોટો હિસ્‍સો ફૂડ ઓઈલ અને ખાદ્ય તેલની આયાત પાછળ ખર્ચાઈ જાય છે. જેથી મોદીએ દેશવાસીઓને આહ્વાન કર્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં સંયમ રાખવો જોઈએ અને શક્‍ય હોય ત્‍યાં સુધી પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટ તથા શેરિગ વિવ્‍હકલનો ઉપયોગ કરવો જોઈએ. ગુજરાતીઓએ વડાપ્રધાનના આર્થિક મંત્રને તત્‍કાલ અમલમાં મૂક્‍યો હોય તેમ વાહનોના વેચાણના આંકડા બદલાઈ ગયા છે.

ટ્રાન્‍સપોર્ટ વિભાગના ચાલું વર્ષના અને ગત વર્ષના ૧૨થી ૧૭ મે સુધીના આંકડાઓની સરખામણી કરીએ તો બજારનો પ્રવાહ સંપૂર્ણપણે બદલાયેલો જોવા મળે છે. ગતવર્ષે ૨૦૨૫માં ૧રથી ૧૭ મે દરમિયાન સમગ્ર રાજ્‍યમાં ૧૭,૬૬૩ પ્‍યોર પેટ્રોલ વાહનોનું વેચાણ થયું હતું, જે ચાલુ વર્ષે ૨૦૨૬માં આ જ સમયગાળા દરમિયાન થટીને માત્ર ૭,૬૩૩ થઈ ગયું છે. આમ, પેટ્રોલ વાહનોના વેચાણમાં ૧૦,૦૩૦નો મોટો થટાડો થયો છે. બીજી તરફ, લોકો ઇલેક્‍ટ્રિક વાહનો તરફ ઝડપથી વળ્‍યાં છે. ગતવર્ષે ૬ દિવસમાં માત્ર ૧,૩૮૨ ચ્‍સ્‍ વેચાયા હતા, જે ચાલુ વર્ષના મે મહિનાની તા. ૧૨થી ૧૭ વચ્‍ચે વધીને ૩,૨૭૦ પર પહોંચી ગયા છે. ઉલ્‍લેખનિય છે કે, ગ્રાહકો હવે સીએનજી, પેટ્રોલ/હાયબ્રિડ અને ડીઝલ હાયબ્રિડ વાહનોને પણ પ્રાધાન્‍ય આપી રહ્યાં છે.

(9:59 AM IST)