<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

નફાના હેતુ વિના ઘરે પૈસા માટે પત્તા રમવા ગેમ્‍બલિંગ એક્‍ટ હેઠળ ગુનો નહીં: હાઇકોર્ટ

આનંદનગર પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલી FIR સહિતની ફોજદારી કાર્યવાહી રદ કરવા આદેશ : નફો કમાવવાના ઉદેશને અભાવે, માત્ર પૈસા માટે ઘરમાં પત્તા રમવાથી તે ઘર જુગારનો અડ્ડો બની જતો નથીઃ હાઇકોર્ટ

અમદાવાદ તા.૧૩: હાઈકોર્ટે ઠરાવ્‍યું છે કે નફાના હેતુ ૫ ઉદેશ વિના ઘરમાં બેસીને પૈસા માટે પત્તાની ગેમ રમવી એ ગેમ્‍બલિગ એક્‍ટ હેઠળનો ગુનો બનતો નથી. આ તારણ સાથે હાઈકોર્ટે આનંદનગર પોલીસ સ્‍ટેશનમાં વર્ષ ૨૦૨૧માં નોંધાયેલી ફરિયાદ અને એ અનુસંધાને હાથ ધરાયેલી ફોજદારી(ક્રિમિનલ) કાર્યવાહી રદ કરવા હુકમ કર્યો છે. હાઈકોર્ટે ચુકાદામાં એ પણ સ્‍પષ્ટ કર્યું છે કે નફો કમાવવાના ઉદેશના અભાવે, માત્ર પૈસા માટે ઘરમાં પત્તા રમવાથી તે ઘર 'કોમન ગેમિગ હાઉસ' (જુગારનો અડ્ડો) બની જતો નથી કે જેના આધારે ગેમ્‍બલિગ એક્‍ટ હેઠળ ગુનો દાખલ કરી શકાય.

આ કેસમાં હાઈકોર્ટના આદેશમાં નોંધાયેલી હકીકતો મુજબ, પોલીસને એક નનામી બાતમી મળી હતી કે શાલીગ્રામ-૨ના એક મકાનમાં કેટલીક વ્‍યક્‍તિ જુગાર રમી રહ્યા છે. તેથી પોલીસે સ્‍થળ પર દરોડા પાડયા હતા. જ્‍યાં એક ટેબલ(ડાઈનિંગ ટેબલ)ની ફરતે પાંચ વ્‍યક્‍તિ બેઠા હતા. ટેબલ પર પાનાં(પત્તા) હતા અને જુદા જુદા રંગના કોઈન પણ હતા. તેથી પોલીસે ગેમ્‍બલિગ એક્‍ટ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જે ફરિયાદને હાઈકોર્ટ સમક્ષ પડકારી તેને રદબાતલ કરવાની દાદ પાંચ અરજદારોએ માગી હતી.

અરજદારો તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે તેમની વિરુદ્ધ ગેમ્‍બલિગ એક્‍ટ હેઠળનો ગુનો નોંધાયો છે, પરંતુ પ્રથમદષ્ટિએ સંબંધિત કાયદા મુજબની કોઈ જોગવાઈઓ લાગુ જ પડતી નથી. અરજદારો બિનજરૂરી રીતે આ ગુનામાં સંડોવવામાં આવ્‍યા છે. એક અરજદાર કે જેના પરે પત્તા રમી રહ્યા હતા, તેમનું ઘર કાયદાની જોગવાઈઓ મુજબ કોઈપણ રીતે કોમન ગેમિગ હાઉસ એટલે કે જુગારના અડ્ડાની વ્‍યાખ્‍યા હેઠળ આવતું જ નથી. એટલું જ નહીં, પત્તાની રમત દ્વારા નફો કમાવવાનો કોઈ હેતુ હતો એવું પણ ક્‍યાંય સાબિત થયું નથી. પોલીસની કરિયાદ કે ચાર્જશટમાં પણ આ ઘર જુગારનો અડ્ડો હોવાના કોઈ પુરાવા નથી. તેથી જો જુગારનો અડ્ડો જ ન હોય તો જુગાર રમતા હોવાનો ગુનો બને જ નહીં. હાઈકોર્ટના જાસ્‍ટિસ પી.એમ. રાવલે દલીલોના અંતે આદેશમાં નોંધ્‍યું હતું આ મામલે નોંધાયેલી જ્‍ત્‍ય્‍માં જ એવું ક્‍યાંય લખવામાં આવ્‍યું નથી કે જે ઘરે રેડ પાડી હતી એ જુગારનો અડ્ડો હતો. અથવા તો નફા માટે અહીં જુગાર રમાતો કે રમાડવામાં આવતો હતો. આવી કોઈ પણ સ્‍પષ્ટતા, લખાણ કે પુરાવાનો અભાવ હોય ત્‍યારે ગેમ્‍બલિગ એક્‍ટ હેઠળનો ગુનો લગાવી શકાય નહીં. આ સંજોગોમાં માત્ર અમુક કોઈન્‍સ સાથે પત્તા રમવા અને અરજદારોના ખીસ્‍સામાંથી પૈસા મળવા માત્રથી એ ઘર જુગારનો અડ્ડો બની જતો નથી.

 સ્‍થાનિક ભાષામાં લખવામાં આવેલી જ્‍ત્‍ય્‍માં પણ પોલીસે જુગારખાના શબ્‍દનો ક્‍યાંય ઉપયોગ કર્યો નથી. તેથી આ સમગ્ર મામલે ગેમ્‍બલિગ એક્‍ટ હેઠળનો ગુનો ન બનતો હોઈ FIR અને એ અનુસંધાને હાથ ધરાયેલી ફોજદારી કાર્યવાહીને રદબાતલ કરવાનો આદેશ કરવામાં આવે છે

(9:58 AM IST)