<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

પ્‍લીઝ, મતદાન કરો : ઉમેદવારો મતદારોને રીતસર કરગરતાં રહ્યાં

પ્રચાર વખતે ‘શક્‍તિ પ્રદર્શન', હવે ‘વિનંતી પ્રદર્શન' : વોટ્‍સએપ મેસેજ-ફોન કરવા પડયાં, સોસાયટીમાં ઢોલ વગાડયાં છતાં મતદારો એકદમ નીરસ રહ્યા

અમદાવાદ,તા.૨૭: આ વખતે સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીમાં મતદારોને રિઝવી શકે તેવા અસરકારક મુદ્દા જ નથી. આજે લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે, પણ સુરજના આકરા તેવરે ચૂંટણીના સમીકરણો બગાડી નાખ્‍યા હોય તેવુ ચિત્ર ઉપસ્‍યુ હતું કેમકે, લોકશાહીની ફરજ બજાવવાને બદલે મતદારો ઘરમાં પુરાઈહ્યા હતા.

ભરબપોરે મતદારો એસીમાં અને જોઈને તેવા ઉમેદવારોના જીવ તળિયે ઉમેદવારોના આકરા તાપમાં, આ દ્રશ્‍ય ચોંટ્‍યા હતાં. આ કારણોસર ઉમેદવારોએ મતદાન માટે વારંવાર અપીલ કરવા મજબૂર થવુ પડ્‍યું હતું. મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટે સવારથી જ મોબાઈલમાં વોટ્‍સએપ મેસેજનો મારો ચલાવવામાં આવ્‍યો હતો. સાથે સાથે કાર્યકરોથી માંડીને સોસાયટીના ચેરમેનોએ મતદારોને મતદાન માટે ફોન કરવા પડ્‍યાં હતાં. જાણે કોઈ કંપનીનું સેલ પ્રોમોશન ચાલતું હોય! કાળઝાળ ગરમીના બહાને મતદારોમાં એટલી નિરસતા જોવા મળી હતીકે, એક તબક્કે ડિજિટલ હથિયારો પણ નિષ્‍ફળ ગયા હતાં. આખરે ખુદ ઉમેદવારોએ મેદાનમાં ઉતરવું પડયું હતુ.

ઓછું-ધીમું મતદાન હોઈ 'કમલમ' થી કડક આદેશ છૂટતા જ નેતાઓ અને કાર્યકરો રીતસર દોડતાં થયાં હતાં. અત્‍યાર સુધી ચૂંટણી પ્રચાર અને જાહેરમંચ પરથી ગર્જના કરતા હતા તે નેતાઓ-કાર્યકરો આજે સોસાયટીઓની ગલીઓમાં પરસેવે રેબઝેબ થતા જોવા મળ્‍યા. સ્‍થિતિ એવી સર્જઈ કે મતદારોને જગાડવા માટે ઢોલ વગાડવા પડયા હતાં. આ ઉપરાંત 'સાહેબ, વોટ આપી આવો' કહીને મતદારોને રીતસર કરગરવું પડ્‍યું હતુ.

(10:32 AM IST)