<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત અને લોક પરંપરા સમાન ગરબાને વૈશ્વિક ઓળખ પીએમ મોદીએ શરૂ કરાવેલા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવથી મળી: ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની દ્વારા યોજાતા સ્વ સહાય જૂથો અને સખીમંડળોની બહેનોના ગૃહ ઉદ્યોગ તેમજ હસ્ત કલા કારીગરીના ઉત્પાદનો ના મેળાનું ઉદઘાટન કર્યું

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત અને લોક પરંપરા સમાન ગરબાને વૈશ્વિક ઓળખ વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ શરૂ કરાવેલા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ થી મળી છે

રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ ૨૦૨૬ નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા.

તેમણે આ અવસરે ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની દ્વારા યોજાઈ રહેલા સ્વ સહાય જૂથો અને સખીમંડળો ની બહેનોના  ગૃહ ઉદ્યોગ તેમજ હસ્ત કલા કારીગરીના ઉત્પાદનો ના મેળાનું  પણ ઉદઘાટન કર્યું હતું
મુખ્યમંત્રીએ સખી મંડળ ની બહેનો  સાથે સંવાદ કરીને તેમના ઉત્પાદનો વિશે જાણકારી પણ મેળવી હતી
શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શના બહેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશ બારોટ, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ સાંસદ દિનેશભાઈ મકવાણા અને અમદાવાદ શહેરના ધારાસભ્યો આ અવસરે સહભાગી થયા હતા.
૬ જેટલા રાષ્ટ્રોના રાજદૂતોની વિશેષ ઉપસ્થિતિમાં નવરાત્રી મહોત્સવનો શુભારંભ કરાવતા ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટથી વડા પ્રધાનએ  ગુજરાતની વેપાર ઉદ્યોગ સાહસિકતાને ગ્લોબલ મંચ આપ્યું છે.
એટલું જ નહિ, વાયબ્રન્ટ નવરાત્રી, સોમનાથ સ્વાભિમાન પર્વ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, રણોત્સવ, અંબાજી કોરિડોર, પાવાગઢ માં ૫૦૦ વર્ષ પછી ધ્વજા રોહણ સહિત કેદાર ધામ  કાશીવિશ્વનાથ કોરિડોર વગેરેથી   સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે વિરાસત ભી વિકાસ ભી સાકાર કર્યું છે.
તેમણે વડાપ્રધાનના  સેવા સમર્પણ અને જન્ સેવા થી રાષ્ટ્ર સેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના આ વર્ષમાં  નવરાત્રી મહોત્સવ ૨૦૨૬ને વિશેષ મહત્વ પૂર્ણ ગણાવ્યો હતો.
વડાપ્રધાનએ આપેલા વિકસિત ભારત ૨૦૪૭ સંકલ્પ ને પાર પાડવામાં ગુજરાત અગ્રેસર રહે તેવા કૃપા આશિષ આદ્ય શક્તિ અંબાજી સૌ પર વરસાવે તેવી પ્રાર્થના પણ કરી હતી

(10:56 PM IST)