તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
મહેસાણામાં સગીરા પર છેડતી અને દુષ્કર્મના પ્રયાસના જઘન્ય કેસમાં પોક્સો કોર્ટનો કડક ચુકાદો: આરોપીને 20 વર્ષની સખત કેદની સજા, પીડિત પરિવારને મળ્યો ન્યાય
મહેસાણા પોક્સો કોર્ટનો ઐતિહાસિક અને લાલઆંખ કરતો નિર્ણય: દોષિત ઠરેલા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ઉપરાંત ભોગ બનનાર સગીરાને માનસિક આઘાત બદલ રૂ. 50 હજારનું વળતર ચૂકવવાનો હુકમ, સમાજમાં કડક સંદેશ

મહેસાણા તા.૨: મહેસાણા પોક્સો કોર્ટે સગીરા સાથે છેડતી અને દુષ્કર્મના પ્રયાસના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે પીડિત સગીરાને રૂ. 50 હજારનું વળતર ચૂકવવાનો પણ મહત્વપૂર્ણ આદેશ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મહેસાણા જિલ્લામાં એક સગીરા સાથે છેડતી કરી દુષ્કર્મનો પ્રયાસ કરવાનો બનાવ બન્યો હતો. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલની દલીલો, પુરાવા અને સાક્ષીઓને ધ્યાને લઈ મહેસાણા પોક્સો કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો.
કોર્ટે આરોપીને પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને થયેલા માનસિક અને શારીરિક આઘાતને ધ્યાને લઈ આરોપીને રૂ. 50 હજારનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. કોર્ટના આ કડક ચુકાદાથી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે અને સમાજમાં દાખલો બેસશે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
