News of Saturday, 11th July 2026
ભરૂચમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સતર્ક : શાંતિ સમિતિની બેઠક, પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ
પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી

ભરૂચમાં અષાઢી બીજના પાવન અવસરે યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે જાહેર સ્થળોએ ચેકિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. એ ડિવિઝન પોલીસ મથકે ડીવાયએસપી સી.કે. પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોમી સૌહાર્દ જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
