News of Monday, 1st June 2026
ભરૂચના ડભોયાવાડ વિસ્તારમાં ટોળાને તલવાર બતાવી ભય ફેલાવનાર અસામાજિક તત્વની પોલીસે ધરપકડ કરી
અંગત અદાવતને લઈને થયેલા ઝઘડા બાદ આરોપીએ જાહેરમાં તલવાર બતાવી:આરોપી મહોમ્મદમિયાં એહમદ પટવાની ધરપકડ

ભરૂચના ડભોયાવાડ વિસ્તારમાં ટોળાને તલવાર બતાવી ભય ફેલાવનાર અસામાજિક તત્વની પોલીસે ધરપકડ કરી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતને લઈને થયેલા ઝઘડા બાદ આરોપીએ જાહેરમાં તલવાર બતાવી હોવાની માહિતી સામે આવી છે. પોલીસે આરોપી મહોમ્મદમિયાં એહમદ પટવાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીએ લોકોમાં ભય અને દહેશત ફેલાવવાના ઇરાદે તલવાર દેખાડી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
