<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

રાજપીપળા એરોડ્રામ પાસે પોલીસે 29 લાખના વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી નાશ કર્યો

રાજપીપળા, તિલકવાડા અને આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છ મહિમામાં ઝડપાયેલા 29,32,568 રૂપિયાની કિંમતની 11552 બોટલો પર બુલડોઝર ફેરવ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લો બોર્ડરનો જિલ્લો છે એટલે રાજ્યની આ બોર્ડર પરથી મહારાષ્ટ્ર રાજ્યનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે બૂટલેગરો અનેક તુક્કા વાપરી વિદેશી દારૂ ઘુસાડે છે. જોકે નર્મદા પોલીસે આવા બૂટલેગરોને ઝડપી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હોય જે છેલ્લા છ મહિનાના કેશનો ઝડપાયેલ મુદ્દામાલને પ્રાંત અધિકારી પ્રસનજીત કૌર, અને ઈનચાર્જ પોલીસ અધિક્ષક પી.આર પટેલની હાજરી માં રાજપીપળા, તિલકવાડા અને આમલેથા ત્રણ પોલીસ સ્ટેશનના કુલ 42 ગુના ના અલગ અલગ બોટલ વિદેશી દારૂનો રાજપીપળા એરોડ્રામ ખાતે નાશ કરવામાં આવ્યો 11552 જેટલી નાની મોટી બોટલોને જે.સી.બી થી નાશ કરવામાં આવ્યો કુલ 29,32,567 નો મુદ્દામાંલનો નાશ કરવામાં આવ્યો હતો. આ વિદેશી દારૂના નાશ દરમ્યાન રાજપીપળા ટાઉન પી.આઈ એસ. કે. ગામીત, અમલેથા પી એસ. આઈ  એન આર ગોહિલ અને તિલકવાડ પી.એસ.આઈ એ.પી.સોલંકી સહિત પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.

(10:37 PM IST)