News of Saturday, 20th June 2026
સુરતના કામરેજમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન: ભાડા કરાર વગર રહેતા લોકોના 150 મકાનમાલિકો સામે ગુનો દાખલ કરાયા
પોલીસની અલગ-અલગ ટીમોએ આખા પંથકને કિલ્લામાં ફેરવી દઈને શેખપુર ગામના ૧૪૦૦થી વધુ ઘરોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કામરેજના શેખપુર ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવાના ભાગરૂપે એક અભૂતપૂર્વ અને પ્રચંડ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની અલગ-અલગ ટીમોએ આખા પંથકને કિલ્લામાં ફેરવી દઈને શેખપુર ગામના ૧૪૦૦થી વધુ ઘરોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઓપરેશન મુખ્યત્વે સ્થાનિક વિસ્તારમાં ગુનાખોરી નિયંત્રણ અને શંકાસ્પદ લોકોની ઓળખ કરવા માટે યોજાયું હતું, જેમાં મકાનમાલિકો દ્વારા રાખવામાં આવેલા ભાડૂતોની તપાસ કરવામાં આવી હતી.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
