તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
હિંમતનગરમાં ડ્રાઈવિંગ સ્કૂલની કારની ટક્કરમાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસ જવાન અરવિંદ ગમારેનું 18 દિવસની સારવાર બાદ મોત
સતત સારવાર છતાં તેમની સ્થિતિમાં સુધારો ન થતાં અંતે તેમનું નિધન થયું: પોલીસ જવાનના નિધનથી પોલીસ વિભાગમાં શોકનો માહોલ છવાયો

સાબરકાંઠાના હિંમતનગરમાં ડ્રાઈવિંગ સ્કૂલની કારની ટક્કરમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પોલીસ જવાન અરવિંદ ગમારેનું 18 દિવસની સારવાર બાદ મોત થયું છે. અરવિંદ ગમારે હિંમતનગર રેલવે આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા હતા અને અકસ્માત બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સતત સારવાર છતાં તેમની સ્થિતિમાં સુધારો ન થતાં અંતે તેમનું નિધન થયું હતું. પોલીસ જવાનના નિધનથી પોલીસ વિભાગમાં શોકનો માહોલ છવાયો છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
