News of Monday, 29th June 2026
લીમટવાડા ગામ નજીક ફોર વ્હીલ ગાડીએ બાઇકને ટક્કર મારતા પોલીસ કોન્સ્ટેબલનું મોત
જીતનગર હેડ ક્વાટરમાં ફરજ બજાવતા કોન્ટેબલ નોકરી પતાવી ઘરે જતા અકસ્માત થયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના લીમટવાડા ગામ નજીક ફોર વ્હીલ ગાડીએ બાઇકને ટક્કર મારતા કોન્સ્ટેબલનું મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર જગદિશભાઇ નટવરભાઈ વસાવા (ઉ.વ.૩૯) ધંધો-નોકરી( રહે.ખામર ટેકરા ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા )નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેમના મોટાભાઈ જયેશભાઈ નટવરભાઈ વસાવાનાઓ રાજપીપળાથી નોકરી પરથી હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર: GJ-22-D-2802 લઈને રાજપીપલા થી પોતાની નોકરી ઉપરથી ઘરે આવી રહ્યા હતા તે વખતે લીમટવાડા અને બીદુ ઢાબાની વચ્ચે વળાંક પાસે આવતા એક કાળા કલરની ફોર-વ્હીલર (ક્રેટા ગાડી નંબર- GJ-16-CN-5778) ના ચાલકે પોતાના કબ્જાની ક્રેટા ફોર વ્હીલ ગાડી પૂરઝડપે હંકારી લાવી જયેશભાઇ નાઓની મો.સા. સાથે ટક્કર મારી નીચે પાડી દઇ માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ પોહચાડી તેમજ શરીરે ઓછી વધતી ઇજાઓ પહોંચાડી અકસ્માત કરી પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ભાગી જઇ જયેશભાઈનુ વધુ સારવાર દરમ્યાન વડોદરા એસ.એસ.જી. (SSG) હોસ્પિટલ ખાતે મોત થતા રાજપીપલા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
