<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

સુરતના અલથાણમાં સગીરાની છેડતીના આરોપીનો પોલીસે કાઢ્યો વરઘોડો, રોષે ભરાયેલા ટોળાએ કર્યો ઢગાનો ટપલીદાવ

સુરત પોલીસે ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું; લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો, આરોપીને માર માર્યો : પોલીસે માંડ આરોપીને ટોળાના ચુંગાલમાંથી બચાવ્યો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો

સુરત તા.૨૫: અલથાણ વિસ્તારમાં સગીરા સાથે છેડતી કરનાર આરોપીને પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ વરઘોડો કાઢ્યો હતો. રીકન્સ્ટ્રક્શન દરમિયાન રોષે ભરાયેલા સ્થાનિક ટોળાએ આરોપી પર ઢગાનો ટપલીદાવ કર્યો હતો.

 

પોલીસ સૂત્રો મુજબ, અલથાણમાં સગીરાની છેડતીની ઘટના બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસના ભાગરૂપે શનિવારે પોલીસ આરોપીને ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

 

આરોપીને જોતા જ લોકોનો ગુસ્સો ભડક્યો હતો અને ટોળાએ આરોપીને માર મારવાનું શરૂ કર્યું હતું. પોલીસે માંડ આરોપીને ટોળાના ચુંગાલમાંથી બચાવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

 

આ ઘટનાને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(4:08 PM IST)