<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

નર્મદા પોલીસ વિભાગમાં સ્ટાફની અછતથી પોલીસ જવાનો અનેક બીમારીના શિકાર

1997થી એટલે લગભગ ૨૯ વર્ષથી નર્મદા જિલ્લો અલગ બન્યો ત્યારથી આજદિન સુધી જીતનગર પોલીસ હેડકવાર્ટર નર્મદાનું મહેકમ હજુ મંજુર થયું નથી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા પોલીસ વિભાગમાં લાંબા સમયથી સ્ટાફની ઘટ ના કારણે સતત નોકરી કરી પરિવારથી દૂર રહેતા અને ઉજાગરા કરી ઉપરાછાપરી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના માથે બીમારીઓની હારમાળા જોવા મળે છે જેમાં ખાસ કરીને મોટાભાગના જવાનો હાર્ટએટેકના કારણે મોત થતા પાછળ તેમના પરિવારોનું ભાવિ અંધકારમય બની જાય છે, ત્યારે શહેર કે જિલ્લામાં કાયદો વ્યવસ્થાની જવાબદારી સાંભળતા આ કર્મચારીઓ લોકોનું રક્ષણ કરવા પોતાના પરિવારની પરવાહ કરતા નથી,  સરકારે આ માટે ગંભીર બની નર્મદા જેવા તમામ જિલ્લાઓમાં જ્યાં પોલીસનો સ્ટાફ ઓછો હોય ત્યાં તાત્કાલિક પૂરતો સ્ટાફ મુકવો જોઈએ નહિ તો આવનારા વર્ષોમાં કોઈ પરિવારના યુવાનો આ હાલત જોઈ પોલીસ ખાતામાં ભરતી થતા પેહલા ગંભીર વિચાર કરશે અને ક્યારેક એવી સ્થિથી આવશે કે કોઈ એમાં ભરતી નહિ થાય. 
સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ 1960 ના વર્ષ માં મહારાષ્ટ્ર માંથી ગુજરાત અલગ થયું ત્યારે મહારાષ્ટ્રમાં આરામ કે અનારામ પોલીસ ન હતી તો ગુજરાતમાં બે ભાગ કેમ ...!? 1997 થી નર્મદા જિલ્લો અલગ બન્યો ત્યારથી આજદિન સુધી પોલીસ હેડકવાર્ટર નર્મદાનું મંજુર મહેકમ હજુ મંજુર થયું નથી એટલેકે  લગભગ ૨૯ વર્ષ થી મહેકમ બાબતે કોઈ જોનાર નથી, તેના કારણે હથિયારી પોલીસ જવાનો પ્રમોશનથી વંચિત છે જયારે આ જિલ્લા માથી જે હથિયારી પોલીસ જાહેરહિતમાં આંતર જિલ્લા બદલી કરાવી છોટાઉદેપુર જિલ્લામાં  સિનિયોરીટી જવાની શરતે ગયા છે તેમને પ્રમોશન મળ્યું છે. જયારે નર્મદામાં ભરતી થયેલ હથિયારી પોલીસ કર્મચારીઓને પ્રમોશન ના ફાંફા છે ત્યારે એક તરફ કામનું સતત ભારણ અને પ્રમોશનના વાંધાની સાથે નર્મદા માં ફરજ બજાવતા પોલીસ કર્મિયોને માથે હંમેશા મોત નો ડર હોય, ગૃહ વિભાગ આ બાબતને ગંભીતાથી લઈ સ્ટાફ ની ભરતી કરે તે યોગ્ય પગલું ગણાશે

(10:23 PM IST)