તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
પોલીસે કચરો ઉપાડ્યો, બાળકો સાચવ્યા, ઉઘાડા પગે નીકળેલા શ્રધ્ધાળુ લોકો, હાથીઓના ઠંડા પાણીથી રથયાત્રામાં પગ ધોવડાવ્યા
અમદાવાદ સીપી અનુપમસિંહ ગેહલોત અને નાનામાં નાના સ્ટાફની માનવતાના માઈક્રો પ્લાનિંગની મન મૂકીને રથ યાત્રા પૂર્ણ થતા મોડી રાતે જાહેરમાં નાયબ મુખ્યમંત્રીએ કરેલ, મન મૂકીને કરેલ પ્રસંશાના વાયરલ ન્યૂઝની વિશેષ વાતો... : રથમાં બિરાજેલ જગતના નાથના લાખો લોકો દર્શન સારી રીતે કરી શકે તે માટે ૪૫૦૦ પોલિસ સ્ટાફ રથ આસપાસ ભીડ નીવારી, જગન્નાથ મંદિરમાં યાત્રા પૂર્વે મોડી રાતથી શ્રધ્ધાળુ ઉમટી, મંદિરની આરતી, પૂજન, સંત દર્શન માટે ઉમટે છે, લોકોને મંદિર બહાર દર્શન થાય તે માટે પ્રથમ વખત મંદિર બહાર મોટા સ્ક્રીન, અંદર ભીડ ન થાય તે માટે બે્રિકેટ, લોકો પણ ખુશ થયા, અને આખા રૂટમાં લોકોએ હર્ષભાઇને આવી વ્યવસ્થા માટે બિરદાવ્યા... : પોલીસ કમિશનર સાથે શરદ સિંઘલ, નીરજ બડ ગુજ્જર, જયપાલસિંહ રાઠોડ, અશ્વિન ચૌહાણ, અજિત રાજિયાણ, રૂપલ સોલંકી, ભરત રાઠોડ, હર્ષદ પટેલ, ચિરાગ પટેલ સહીતના આધિકારીઓ મદદમાં રહ્યા, રાજ્યના મુખ્ય પોલીસ વડાનું માનવતાભર્યુ માર્ગદર્શન કે જેની નોંધ પણ હર્ષભાઈ દ્વારા લેવાયેલ છે, તે પણ ખૂબ ઉપયોગી બન્યું

રાજકોટ, તા.૧૭: દેશના પોલિસ બંદોબસ્તમા બીજાં ક્રમે આવતી અમદાવાદની ઐતિહાસિક રથ યાત્રા પોલિસના ખરા અર્થમા લોકો પ્રત્યે માનવીય અભિગમ સાથે ના પરફેક્ટ માયક્રો પ્લાનિંગને કારણે ૧૦ લાખથી વધુ ભાવિકો ઉમટવા છતા શાંતિપૂર્વક પસાર થઈ છે, ત્યારે આખા રૂટ પર ફરી અને બધું ઝીંણવટપૂર્વક નિહાનાર નાયબ મુખ્ય મંત્રી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નેતળત્વમા અમદાવાદ પોલિસ દ્વારા થયેલ કામગીરી પર આફ્રિન પોકારી ઉઠ્યા છે, જેમનુ માર્ગદર્શન ખૂબ ઉપયોઞી નીવડ્યું છે, તેવા રાજ્યના મુખ્ય પોલીસવડા જ્ઞાનેન્દ્રસિઘ મલ્લિકની પણ પ્રસંશા કરી છે, તો પોલિસ સ્ટાફની નાની પણ અમૂલ્ય સેવાઓ વિષે જાણીએ.
રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરમાં આરતી, પૂજન, ભગવાનના દર્શન માટે લોકો મંદિરમા પ્રવેશવા ખૂબ પડા પડી કરે છે. લાઈનો પણ અસ્ત વ્યસ્ત થાય છે. સીપી અનુપમસિંહ ગેહલોત, જોઇન્ટ સીપી નીરજ બડ ગુજ્જર, ડીસીપી રૂપલ સોંલકી સહીત ટીમોએ અદભુત પ્લાનિંગ દ્રારા આ આખી સમસ્યા હલ કરી.
ગત વર્ષે ગજરાજ બાબુલાલ બેકાબુ કેમ બનેલ? તે રિપોર્ટ અંગે સીપી દ્રારા એડિશનલ સીપી જયપાલસિંહ રાઠોડ વિગેરે સાથે ચર્ચા બાદ ટેકનિકલ ઉપાય સાથે હાથીઓને ગરમી ન લાગે તે માટે તેમના રૂટ પર પાણી છટકાવ, પગ પર પાણી, હાથી માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી.
જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ, એડી સીપી જયપાલસિંહ રાઠોડ, ડીસીપી અજિત રાજિયાણ,ડીસીપી ભરત રાઠોડ, ડીસીપી હર્ષદ પટેલ સાથે ચર્ચા કરી રથના લોકો ખૂબ સારી રીતે દર્શન કરી શકે તે માટે ૪૫૦૦ પોલિસ સ્ટાફ રથ યાત્રામાં આગળ ચાલીને સાથે રાખ્યા, લાખો લોકો એકઠા થાય ત્યારે રોડ પર જ્યાં તયાં પાણીની ખાલી બોટલો, પ્લાસ્ટિક કોથળો, નાસ્તા પછી ફેકેલા કાગળો, વિગેરે ઉપાડયા, ભીડમા બાળક સાથે આવેલ, બહેનોને ચક્કર આવવાના કિસ્સામાં તેમને શાંતિથી બેસાડી પાણી પાઈ બાળકોને પણ સાચવ્યા, ઉંઘાડા પગે નીકળેલ શ્રદ્ધાંળુના પગ પર ઠંડા પાણી રેડ્યા, સેવાકીય કાર્યોનું પણ જે હૃદયપુર્વકનુ ઝીણવટપૂવર્કનુ પ્લાનિંગ હતું તે હર્ષભાઇના હૃદયને સ્પર્શી ગયું
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
