તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 24th November 2026
અમદાવાદના રિંગરોડ પર હોટલની આડમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો :હોટલ માલિક સહિત 11 શખસોની ધરપકડ
ઝડપાયેલા આરોપીઓમાં વસ્ત્રાલ, ઓઢવ, ઘોડાસર, ખોખરા, રામોલ અને ન્યુ મણિનગર વિસ્તારના રહીશોનો સમાવેશ

અમદાવાદના સરદાર પટેલ રિંગરોડ પર રામોલ ટોલટેક્સ પાસે આવેલી 'રાજ ફ્રાય' હોટલમાં ખાણીપીણીની આડમાં ચાલતી દારૂની મહેફિલ પર રામોલ પોલીસે દરોડો પાડી હોટલ માલિક સહિત 11 શખસોની ધરપકડ કરી છે. હોટલ માલિક ગ્રાહકોને બોલાવીને જમવાની સાથે વિદેશી દારૂ પીરસતો હતો. હાલ પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ અનુસાર, રામોલ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે બાતમી મળી હતી કે, હોટલનો માલિક રૂબેદઆલમ લાતીકુલ(રૂબેદ આલમ શેખ) ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી બહારથી આવતા ગ્રાહકોને દારૂ અને ખાવાની ચીજવસ્તુઓ પૂરી પાડે છે. પોલીસની ટીમ અચાનક સ્થળ પર પહોંચતા હોટલ માલિક અને દારૂ પીવા માટે એકઠા થયેલા શખસોમાં નાસભાગ અને ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસને સ્થળ પર તપાસ કરતાં 10 ગ્રાહકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસે દારૂ પીરસનાર હોટલ માલિક સહિત તમામ 11 આરોપીઓને કોર્ડન કરીને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં વસ્ત્રાલ, ઓઢવ, ઘોડાસર, ખોખરા, રામોલ અને ન્યુ મણિનગર વિસ્તારના રહીશોનો સમાવેશ થાય છે. રામોલ પોલીસે તમામ 11 શખસો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેમની અટકાયત કરી છે. હાલ પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
