તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Thursday, 5th November 2026
અમદાવાદના સૌથી અતિ-વ્યસ્ત અને વીઆઈપી ગણાતા એસ.જી. હાઈવે પરથી પોલીસે ફિલ્મીઢબે ત્રાટકીને વિદેશી દારૂ ભરેલી એક શંકાસ્પદ કારને ઝડપી પાડી છે, જે શામળાજીથી દારૂનો જથ્થો ભરીને સીધી અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા ગુલબાઈ ટેકરા ખાતે ડિલિવરી આપવા જઈ રહી હતી
પોલીસની નાકાબંધી અને બાતમીને ચકમાં આપીને નગરમાં પ્રવેશવાની ફિરાકમાં રહેલા બુટલેગરોના કાળા કારોબારનો પર્દાફાશ થતાં જ શહેરના માફિયાઓ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં બુટલેગરો અને અસામાજિક તત્વો દ્વારા ચલાવવામાં આવતા ગેરકાયદેસર નેટવર્કનો એક અત્યંત ચોંકાવનારો, ખૌફનાક અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! શહેરના હાઈપ્રોફાઈલ અને સતત ધમધમતા એસ.જી. હાઈવે પરથી અમદાવાદ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે સપાટો બોલાવીને વિદેશી દારૂ ભરેલી એક કારને આડેધડ ઘેરીને ઝડપી લીધી હતી.
બાતમીના આધારે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે મોડી રાત્રે એસ.જી. હાઈવે પર વૈષ્ણોદેવી બ્રિજથી આગળ નીરમા યુનિવર્સિટી સામેના જાહેર માર્ગ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક સફેદ રંગની કારને પોલીસે ઘેરીને અટકાવી હતી. કારચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ચેતન માળી (ઉં.વ. 44, રહે. ડીસા, બનાસકાંઠા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની 1,800 બોટલો (કિંમત રૂ. 4,52,736) મળી આવી હતી. વધુ તપાસમાં કાર પર બોગસ નંબર પ્લેટ લગાવેલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કાર, દારૂનો જથ્થો અને મોબાઈલ ફોન મળી કુલ 10,57,736 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો રાણીપના જીતુ રાવળ ઉર્ફે જયઅંબેના કહેવાથી શામળાજી સરહદ પરથી લાવવામાં આવ્યો હતો અને અમદાવાદના ગુલબાઈ ટેકરા ખાતે રહેતી સોનલ નામની મહિલાને ડિલિવરી આપવાની હતી. પોલીસે આ મામલે પકડાયેલા કારચાલક સહિત દારૂ મંગાવનાર અને મેળવનાર અન્ય બે શખસો સામે પણ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
