<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

સુરત જિલ્લામાં બારડોલીમાં પોલીસે 16 ભેંસ ભરેલું કન્ટેનર ઝડપાયું, 3 વિરુદ્ધ ગુનો

સુરત જિલ્લામાં પશુ તસ્કરી વધુ પડતી ઘટના ચિંતાજનક :પશુઓ મહારાષ્ટ્રના માલેગાંવ કતલખાને લઇ જવાતા હોવાની આશંકા

  

સુરત ગ્રામ્ય પોલીસ અને જીવદયા પ્રેમીઓના સંયુક્ત ઓપરેશનમાં બારડોલીની ધુલીયા ચોકડી બ્રિજ પાસેથી ગેરકાયદેસર રીતે પશુઓ ભરીને જતું આઈશર કન્ટેનર ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે પશુઓ ભરાવી આપનાર એકને વોન્ટેડ જાહેર કર્યો છે.

મળતી માહિતી મુજબ, ગૌરક્ષા અને પશુ હિંસા નિવારણ સંગઠનના કાર્યકર્તા મહાવીરભાઇ હરખચંદ જૈનને ખાનગી રાહે બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 53 પરથી એક આઈશર કન્ટેનર (નંબર GJ-18-BT-0148) માં પશુઓ ભરીને મહારાષ્ટ્રના માલેગાંવ કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે.
આ બાતમીના આધારે કાર્યકર્તાઓ અને પોલીસે બારડોલીની ધુલીયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ કન્ટેનરને અટકાવીને જોતા તેમાં 16 જેટલી ભેંસોને અત્યંત ક્રુરતાપૂર્વક ટૂંકા દોરડાથી બાંધીને ખીચોખીચ ભરેલી મળી આવી હતી. કન્ટેનરમાં પશુઓ માટે ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા નહોતી.
પોલીસે સ્થળ પરથી આરોપી સમીર મુસાભાઈ પટેલ (રહે. સાંપા, વડોદરા) અને સમીર સૈઇદ પટેલ (રહે. સાંપા, વડોદરા) ની અટકાયત કરી છે. જ્યારે વલણ ના ઇકરામભાઇ દમકીવાલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમણે આ પશુઓ ભરાવી આપ્યા હતા.
પોલીસે અંદાજે ₹ 6.70 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ₹ 1,60,000ની કિંમતની 16 ભેંસો, ₹ 5,00,000ની કિંમતનું આઈશર કન્ટેનર અને ₹ 10,000નો એક મોબાઈલ ફોન શામેલ છે.

(1:56 PM IST)