<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

સાબરકાંઠાના પ્રાંતિજમાં ખાનગી બેંક મેનેજરની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો : પ્રેમી યુગલે હત્યા કરી હોવાનું ખુલ્યું

લોન પેટે લીધેલા રૂ. 6 લાખ પરત ન આપવા પડે તે માટે ભરત ચૌધરીની હત્યા કરાઈ હોવાનું ખુલ્યું:ભાવના ઠાકોરની ધરપકડ જ્યારે તેના પ્રેમી યોગેશ ઠાકોરની શોધખોળ

સાબરકાંઠાના પ્રાંતિજમાં યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. લીમલા નજીક કારમાંથી ખાનગી બેંક મેનેજર ભરત ચૌધરીની લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં પૈસાની લેતીદેતીમાં પ્રેમી યુગલે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. લોન પેટે લીધેલા રૂ. 6 લાખ પરત ન આપવા પડે તે માટે ભરત ચૌધરીની હત્યા કરાઈ હોવાનું ખુલ્યું છે. આ કેસમાં પોલીસે ભાવના ઠાકોરની ધરપકડ કરી છે, જ્યારે તેના પ્રેમી યોગેશ ઠાકોરની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે હત્યા પાછળનું ચોક્કસ કારણ, ઘટનાક્રમ અને અન્ય સંડોવણી અંગે વધુ તપાસ શરૂ કરી છે.

કાવતરાના ભાગરુપે મહિલા આરોપીએ બ્રાન્ચ મેનેજર ભરત ચૌધરીને પૈસા આપવાના બહાને ફોન કરીને પ્રાંતિજ ખાતે બોલાવ્યો હતો. ત્યારબાદ યોગેશ ઠાકોરે મૃતક ભરતને ગાંધીનગરના માણસાથી પોતાની વર્ના કારમાં બેસાડીને પ્રાંતિજ તરફ ગયા હતા. જ્યાંથી ભાવના પણ બંને સાથે કારમાં સવાર થઈ હતી. નેશનલ હાઈવે નંબર 48 પર વડવાસા નજીક સર્વિસ રોડ પર ભાવનાએ મૃતક ભરતને પકડી રાખ્યો હતો અને યોગેશે છરી વડે તેનું ગળું કાપી નાખીને હત્યા નિપજાવી હતી,.

 

 

 

હત્યા બાદ મૃતદેહનો નિકાલ કરવા જતી વખતે રોડ સાઈડના ખાડામાં આરોપીઓની કાર ફસાઈ ગઈ હતી. કાર બહાર નીકળે તેમ ન હોવાથી બંને આરોપીઓ મૃતદેહ અને કારને છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનાહત વિગતોનૈ આધારે પ્રાંતિજ સરકારી વસાહતના 999 નંબરના બંધ મકાનમાં મહિલા આરોપી ભાવના ઠાકોરની અટકાયત કરી છે. જ્યારે મુખ્ય આરોપી યોગેશજી ઠાકોર ફરાર હોવાથી સાબરકાંઠા એલસીબી અને પ્રાંતિજ પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

(10:43 PM IST)