News of Friday, 27th November 2026
સાબરકાંઠાના તલોદમાં સિક્યુરિટી ગાર્ડની હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો : સાથી ગાર્ડે જ કરી હતી હત્યા
મોબાઈલ ફેંકી દેવા જેવી સામાન્ય તકરારને કારણે સાથી સિક્યુરિટી ગાર્ડે જ ઊંઘતા કર્મચારી પર કુહાડીના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી

સાબરકાંઠાના તલોદ સ્થિત એક ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડની થયેલી ઘાતકી હત્યાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ પર્દાફાશ કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે મોબાઈલ ફોનમાં વાતચીત કરવા બાબતે થયેલી બોલાચાલી અને ગુસ્સામાં મોબાઈલ ફેંકી દેવા જેવી સામાન્ય તકરારને કારણે સાથી સિક્યુરિટી ગાર્ડે જ ઊંઘતા કર્મચારી પર કુહાડીના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી હતી. આ ચોંકાવનારા ખુલાસા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
