<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

સુરતના શખ્‍સની મદદથી યુપીનો શખ્‍સ ગાંજો ઘુસાડે તે પહેલા પોલિસ ત્રાટકી

નો ડ્રગ્‍સ ઈન સુરત વાંબાગ જમીર, એડી. સીપી મહેન્‍દ્ર બગડિયા, ડીસીપી રાજેશ પરમાર અને મદદનિશ કમિશનર ઝેડ. આર. દેસાઈના માર્ગદર્શનમા વધુ એક સફળતા : ઝોન ૪ lcb ટીમના શક્‍તિસિંહની બાતમી સચોટઃ pi કે ડી. જાડેજાના નેતળત્‍વમાં psi કે. જે. વસાવા, અને ડી. જે. બારોટ ટીમની જહેમત ફળી

રાજકોટ, તા. ૩૦: સુરત શહેર પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીરનાઓએ સુરત શહેરમાંથી નાર્કોટિક્‍સની બદી સંપૂર્ણ નેસ્‍ત નાબૂદ કરાવવા માટે સુચના આપેલ જે અનુસાર અધિક પોલીસ કમિશનરશ્રી મહેન્‍દ્ર બગડીયા સેકટર-૨, સુરત શહેર તથા ઇન્‍ચાર્જ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર ઝોન-૪, સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનરશ્રી ઝેડ.આર.દેસાઇ ‘અ' ડીવીઝન સુરત શહેરનાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ.જે હેઠળ પાંડેસરા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર કે.ડી.જાડેજા તથા સર્વેલન્‍સના પો.સ.ઇ. કે.જે.વસાવા તથા પો.સ.ઇ. ડી.જે.બારોટ તથા ઝોન-૦૪ એલ.સી.બી. ટીમના તથા સર્વેલન્‍સ સ્‍કોડના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન ઝોન-૦૪ એલ.સી.બી. ટીમના અ.પો.કો. શક્‍તિસિંહ મનુસિંહનાઓની બાતમી હકીકત

અન્‍વયે પાંડેસરા જી.આઇ.ડી.સી. પાયોનીયર સિન્‍ટેક્ષ મિલના ગેટ નં-૦૩ સામે આવેલ ઇલયટ મિલ પાસે આવેલ દિવાલ પાસેથી બે ઇસમોને પકડી પાડેલ.પકડાયેલ આરોપી (૧) રાજેશ ગીરધરભાઇ પાસવાન ઉં.વ.૪૦ રહે. સુડા આવાસ તનુ ગેસ એજન્‍સી પાસે, પાંડેસરા સુરત શહેર મુળ રહે. ગામ-જલાલપુર થાના-કેન્‍ટ જી-વારાણસી (ઉત્તરપ્રદેશ) (૨) નિરજ ભુપેન્‍દ્રભાઇ પંચાલ ઉં.વ.૩૭ રહે. સુડા આવાસ તનુ ગેસ એજન્‍સી પાસે, પાંડેસરા સુરત શહેરનાઓના કબજામાંથી ગાંજાનો જથ્‍થો કુલ વજન ૧૪૭ ગ્રામ કિંમત રૂ.૭૩૫૦ તથા મોબાઇલ નંગ-૦૨ કિં.રૂ.૫૫૦૦ તથા રોકડા રૂ.૨૨૩૦ તથા મોપેડ નંગ-૦૧ કિં.રૂ.૩૦,૦૦૦ તથા અન્‍ય સાધન-સામગ્રી મળી કુલ્લે રૂ.૪૫,૦૮૦ની મત્તા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(2:14 PM IST)