<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ગાંધીનગરની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટને ધમકીભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ

સ્થાનિક પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમો તાત્કાલિક કોર્ટ પરિસરમાં પહોંચી: ટીમો દ્વારા કોર્ટના સમગ્ર પરિસરની સઘન તપાસ

ગાંધીનગરની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટને ધમકીભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. કોર્ટના ઈ-મેઈલ આઈડી પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઈલ મળ્યા બાદ તકેદારીના ભાગરૂપે કોર્ટ ખાલી કરાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમો તાત્કાલિક કોર્ટ પરિસરમાં પહોંચી હતી. ટીમો દ્વારા કોર્ટના સમગ્ર પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ ધમકીભર્યો મેઈલ કયા સ્ત્રોતથી મોકલવામાં આવ્યો અને તેની પાછળ કોણ છે તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

(1:45 PM IST)