તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
વડોદરાના યાકુતપુરામાં ઘરફોડ ચોરી કરનારા આરોપીને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
પોલીસે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી ચોરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું: વીજપોલ પર ચડીને આરોપી ઘરમાં ઘુસ્યો અને તિજોરીનું તાળું તોડીને સોનાના દાગીના સહિત કુલ 4.14 લાખની ચોરી કરી હતી.

વડોદરાના યાકુતપુરામાં ઘરફોડ ચોરી કરનારા આરોપીને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો. પોલીસે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢીને ચોરીનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. જે સ્થળે આરોપીએ ચોરીને અંજામ આપ્યો હતો ત્યાં આરોપીને સાથે રાખીને પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીએ યાકુતપુરામાં ઘડફોર ચોરી કરી હતી. ફરિયાદીના ઘર નજીક રહેલા વીજપોલ પર ચડીને આરોપી ઘરમાં ઘુસ્યો હતો અને તિજોરીનું તાળું તોડીને સોનાના દાગીના સહિત કુલ 4.14 લાખની ચોરી કરી હતી. ચોરી કરવા માટે આરોપીએ ફરિયાદી સાથે મિત્રતા કેળવી ઘરની રેકી કરી હતી. ફરિયાદીના સંબંધીનું અવસાન થતા પરિવાર બહાર ગયો ત્યારે આરોપીએ બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
