<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

સાબરકાંઠાના ઈડરના જાદરમાં 112 વાનની પોલીસ ટીમ પર ચપ્પુથી હુમલો: બે મહિલાઓ સહિત ચાર સામે ગુનો નોંધાયો

મહિલાએ તીક્ષ્ણ છરો લઈ આવી હેડ કોન્સ્ટેબલ પર ઘાતક હુમલાનો પ્રયાસ કર્યો:ચપ્પુ બતાવી પોલીસ ટીમને ગાળો આપી જાનથી મારવાની ધમકીઓ આપી:હોમગાર્ડ જવાનને માથાના ભાગે ઈજા

સાબરકાંઠાના ઈડરના જાદરમાં 112 વાનની પોલીસ ટીમ પર ચપ્પુથી હુમલો કરાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 112 ઈમરજન્સી પર કોલ આવતા પોલીસ ટીમ જાદર સ્ટેશન વિસ્તારમાં પહોંચી હતી. અંદરો અંદર તકરારની બબાલમાં પોલીસ ટીમ પહોંચતા હુમલો કરાયો હતો

 મહિલાએ તીક્ષ્ણ છરો લઈ આવી હેડ કોન્સ્ટેબલ પર ઘાતક હુમલાનો પ્રયાસ કર્યો હતો ચપ્પુ બતાવી પોલીસ ટીમને ગાળો આપી જાનથી મારવાની ધમકીઓ આપી હતી. હોમગાર્ડ જવાનને માથાના ભાગે પત્થર મારતા ઈજા પહોંચી હતી  પોલીસ કર્મીઓ પર પશુઓનું છાણ નાખીને અપમાન કર્યું હતું  બે મહિલાઓ સહિત ચાર આરોપીઓ સામે જાદર પોલીસે ગુનો નોંધ્યો છે અને  ચારેય આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે  ઈડર ડીવાયએસપીએ ઘટનાને લઈ કાર્યવાહી હાથ ધરી છે  અગાઉ પ્રાંતિજ ચીફ ઓફીસર પર ચપ્પું બતાવી ધમકી અપાઈ હતી. હવે પોલીસ કર્મીઓ સામે ચપ્પાથી હુમલાનો પ્રયાસ સામે આવ્યો હતો .

(6:29 PM IST)