News of Wednesday, 18th November 2026
સાબર ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ:ચૂંટણીની તારીખ અને ઉમેદવારોનાં નામને લઈને હજુ સસ્પેન્સ યથાવત
છેલ્લા બે દિવસથી સતત સંકલન અને બેઠકો બાદ પણ કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચી શકાયું નથી: ડિરેક્ટરોમાં પણ બે જૂથ પડી ગયાની ચર્ચાએ રાજકીય ગરમાવો વધાર્યો

સાબર ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે, ત્યારે ચૂંટણીની તારીખ અને ઉમેદવારોનાં નામને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. સરકાર અને સંગઠન વચ્ચે સાબર ડેરીની ચૂંટણીને લઈને એકમત સધાયો ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા બે દિવસથી સતત સંકલન અને બેઠકો બાદ પણ કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચી શકાયું નથી. બીજી તરફ ડિરેક્ટરોમાં પણ બે જૂથ પડી ગયાની ચર્ચાએ રાજકીય ગરમાવો વધાર્યો છે.
મળતી માહિતી મુજબ, અશોક પટેલ, ભોગીલાલ પટેલ અને જેઠા પટેલ એક જૂથમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભાજપની પ્રથમ પસંદગીમાં ત્રણેયનાં નામ હોવાની વાત સામે આવી રહી છે, પરંતુ કોના નામ પર મેન્ડેટ આપવો તેને લઈને એકમત સધાતો નથી.
આ ઉપરાંત બીજી તરફ વિપુલ ચૌધરીના નામ માટે પણ લોબિંગ શરૂ થયું હોવાની ચર્ચા છે. આમ, સાબર ડેરીની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીથી લઈને ચૂંટણીની તારીખ સુધીનું કોકડું હજુ ગૂંચવાયેલું છે. હવે ભાજપનું મોવડીમંડળ કોના નામ પર મહોર મારે છે અને ક્યારે ચૂંટણીની તારીખ જાહેર થાય છે તેના પર સૌની નજર છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
