<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

રાજપીપળા એપીએમસીની ચૂંટણી છેલ્લી ઘડીએ અચાનક મુલતવી રહેતા રાજકીય અટકળો

કોના ઈશારે ચૂંટણી છેલ્લી ઘડીએ મુલતવી રાખી તેની ચર્ચાએ જોર પકડ્યું: જિલ્લા રજીસ્ટ્રાર બીમાર હોવાનું કારણ બતાવાયુ?

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા ખાતે એપીએમસીની ચૂંટણી યોજાવાની હતી ત્યારે અચાનક છેલ્લી ઘડીએ ચૂંટણી મુલતવી રહેતા રાજકીય અટકળો તેજ બની હતી. અને ઉપસ્થિત સભ્યો હોબાળો મચાવ્યો હતો. અને આ ચૂંટણી કોના ઈશારે મુલતવી રખાઈ એની ચર્ચા શરૂ થતા ફરી ચૂંટણી યોજવા અંગે લેખિત રજૂઆત પણ કરાઈ હતી
    નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા એપીએમસી (ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, રાજપીપલા )ખાતે એપીએમસીના પ્રમુખની ચૂંટણી જાહેર થઈ હતી. એમાં 12:00 કલાકે ચૂંટણી થવાની હતી.પરંતુ ચૂંટણી સમયના ચાર કલાક પહેલા મંત્રી ઉપર એવો મેસેજ આવ્યો કે જિલ્લા રજીસ્ટ્રાર બીમાર હોવાથી હાજર રહી શકે તેમ ન હોવાથી આજની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે.જોકે આજે 12 સભ્યો હાજર હતાં. પરંતુ જિલ્લા રજીસ્ટ્રાર હાજર ન રહેતા ડિરેક્ટરોમાં વિવિધ અટકળો વહેતી થઈ હતી.
આ અંગે ડિરેક્ટરોએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં આજે APMC (ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, રાજપીપલા )ની ચૂંટણી કેમ મુલતવી રાખવામાં આવી? શું એની પાછળ કોઇ મોટું રાજકારણ રમાઈ રહ્યું છે.? જોકે 16 પૈકી 12 સભ્યો હાજર રહ્યાં હતા. જયારે 4 સભ્યો ગેરહાજર રહ્યાં હતા. જોકે નવા પ્રમુખ માટે મેન્ડેટ આવવાનો હતો તે પણ આવ્યો નહોતો. જેને કારણે હાજર સભ્યોમાં નારાજગી જોવા મળી હતી. અને આ અંગે ચૂંટણી કેમ યોજાઈ નથી અને હવે ક્યારે ફરી ચૂંટણી યોજાશે તે અંગે ઉપસ્થિત હાજર ડિરેક્ટરોએ મન્ત્રીને લેખિત રજુઆત પણ કરી હતી.જોકે છેલ્લી ઘડીએ ચૂંટણી મોફૂક રહેતા નર્મદા નાં રાજકારણ માં રાજકીય અટકળો વહેતી થઈ હતી. જોકે કોના ઈશારે આ ચૂંટણી છેલ્લી ઘડીએ મુલતવી કેમ રાખવી પડી તેની ચર્ચાએ જોર પકડ્યું હતું.

(9:44 PM IST)