હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદની ઓઢવ ગુજરાતી શાળા નં. 3 ખાતે પોઈસિસ એચિવમેન્ટ ફાઉન્ડેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આયોજિત 'બાળકોના વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ'માં ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત
બાળકોને જીવનમાં મોટા સપના જોવાની, સતત મહેનત કરવાની અને પોતાની પ્રતિભાને ઓળખી તેને વિકસાવવાની પ્રેરણા આપી, વાલીઓને બાળકોની રુચિ અને ક્ષમતાને સમજી તેમને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા જગદીશભાઈ વિશ્વકર્માની અપીલ

અમદાવાદ તા.૧૦ : ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદ સ્થિત ઓઢવ ગુજરાતી શાળા નં. 3 ખાતે પોઈસિસ એચિવમેન્ટ ફાઉન્ડેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આયોજિત 'બાળકોના વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ'માં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે વાલીઓ, નાગરિકો અને ઉત્સાહી બાળકો સાથે પ્રેરણાદાયી સંવાદ કરી જગદીશભાઈ વિશ્વકર્માએ બાળકોના સર્વાંગી અને વ્યક્તિત્વ વિકાસ માટે શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે બાળકોને જીવનમાં મોટા સપના જોવાની, સતત મહેનત કરવાની અને પોતાની પ્રતિભાને ઓળખી તેને વિકસાવવાની પ્રેરણા આપી હતી. સાથે જ વાલીઓને બાળકોની રુચિ અને ક્ષમતાને સમજી તેમને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.
આ પ્રસંગે કર્ણાવતી મહાનગર ભાજપા અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ સહિત ભાજપા આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
