News of Wednesday, 18th November 2026
બોરસદના નિસરાયા ગામના સરપંચ સ્મિતાબેન રાજને સસ્પેન્ડ કરાતા રાજકારણ ગરમાયું
સરપંચના પતિ અને અગ્રણી વિજયસિંહ રાજે પત્રકાર પરિષદ યોજીને તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા રાજકીય કિન્નાખોરી તેમજ દબાણ હેઠળ સ્મિતાબેનને સસ્પેન્ડ કરાયા

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામના સરપંચ સ્મિતાબેન વિજયસિંહ રાજને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ગામમાં વિકાસ કાર્યો માટે ૧૦૦ કરોડ રૂપિયાનું માતબર દાન આપનાર પ્રવાસી ભારતીય (NRI) મેક દાદાના યોગદાનને બિરદાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા તેમની પ્રતિમાનું નિર્માણ કરાયું હતું, જોકે આ પ્રતિમા તળાવમાં દબાણ કરીને બનાવવામાં આવી હોવાના આક્ષેપ સાથે સુનાવણી બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ મામલે સરપંચના પતિ અને અગ્રણી વિજયસિંહ રાજે પત્રકાર પરિષદ યોજીને તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા હતા કે, ગામમાં સાર્વત્રિક વિકાસ થઈ રહ્યો છે અને રાજકીય કિન્નાખોરી તેમજ દબાણ હેઠળ સ્મિતાબેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે; વધુમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રતિમાનો વિરોધ એ વાસ્તવમાં ગામના વિકાસ અને ગામના પનોતા પુત્રનો વિરોધ છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
