News of Friday, 27th November 2026
અમદાવાદ મનપાની જનરલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટર રાહુલ ભરવાડ સામે તળાવની જમીન પર દબાણ અને ગેરકાયદે બાંધકામના આક્ષેપો
ગ્રેસના કોર્પોરેટર હિતેન્દ્ર પીઠડિયાએ જનરલ બોર્ડમાં રજૂઆત કરતા આક્ષેપ કર્યો કે ભાજપના કોર્પોરેટરે પીપળજ ગામમાં સરકારી તળાવની 9,915 ચોરસ મીટર જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના જનરલ બોર્ડની બેઠકમાં લાંભા વોર્ડના ભાજપના કોર્પોરેટર રાહુલ ભરવાડ સામે તળાવની જમીન પર દબાણ કરવાના ગંભીર આક્ષેપોનો મુદ્દો જોરશોરથી ગુંજ્યો હતો. મક્તમપુરાના કોંગ્રેસના કોર્પોરેટર હિતેન્દ્ર પીઠડિયાએ જનરલ બોર્ડમાં રજૂઆત કરતા આક્ષેપ કર્યો હતો કે ભાજપના કોર્પોરેટરે પીપળજ ગામમાં સરકારી તળાવની 9,915 ચોરસ મીટર જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો છે. આ ઉપરાંત, AMCના 40 ટકા કપાતના રિઝર્વ પ્લોટમાં તેમજ એગ્રીકલ્ચર ઝોનની 9,459 ચોરસ મીટર જેટલી જમીનમાં પણ ગેરકાયદે બાંધકામો ચાલુ હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. વિપક્ષી કોર્પોરેટર દ્વારા આ તમામ ગેરકાયદે બાંધકામો તાત્કાલિક ધોરણે તોડી પાડીને લાખો-કરોડો રૂપિયાની સરકારી જમીનને દબાણમુક્ત કરી ખુલ્લી કરવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
