<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

મોંઘવારીના માર વચ્ચે ચોખામાં કાપ મૂકતા ગરીબ વર્ગ મુશ્કેલીમાં: નર્મદા જિલ્લામાં સપ્ટેમ્બર મહિનામાં એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને ચોખા ઓછા આપવાની વાતે નારાજગી

હાલમાં આપવામાં આવેલી મકાઈ નર્મદા જિલ્લામાં કોઈ ઉપયોગ નહીં કરતા હોવાથી ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો બાજરી અને ચોખાની આશા રાખે છે

(ભરત શાહ દ્વારા ) નર્મદા :સરકારી રેશનિંગ નીદુકાનો પર એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને વ્યક્તિદીઠ ૩ કિલો ચોખા મળતા હતા, જેમાં સરકારે કાપ મૂકીને હવે વ્યક્તિદીઠ માત્ર ૧ કિલો ચોખા આપવાનું નક્કી કર્યું છે. રાજ્ય અન્ન નાગરિક પુરવઠા વિભાગે ચાલુ સપ્ટેમ્બર મહિનાના રેશનીંગના અનાજમાં કાપ મૂકતાં ગરીબ-મધ્યમ વર્ગના પરિવારો નારાજગી જોવા મળી છે.
આ મહિનામાં ચોખાના જથ્થામાં ૨ કિલોનો ઘટાડો કરીને તેની સામે પૌષ્ટિક અનાજ કહીને વ્યક્તિદીઠ ૨ કિલો બાજરી આપવાનું નક્કી કરવામાં| આવ્યું છે. માટે આ મહિને રેશનકાર્ડ ધારકોને ચોખા ખૂબ જ ઓછી માત્રામાં મળી રહ્યા છે અને તેની સામે ઘઉં-બાજરીનો જથ્થો વધુ પ્રમાણમાં મળી રહ્યો છે.
સામાન્ય રીતે ગુજરાતી પરિવારોના રોજિંદા આહારમાં ચોખાનો ખાસ ઉપયોગ કરે છે. મોટાભાગના ઘરોમાં દાળ-ભાત અને ખીચડી જેવા ભોજન નિયમિત રીતે બને છે. રેશનકાર્ડ ધારકોનું કહેવું છે કે, અમારા ઘરોમાં ઘઉં અને બાજરી કરતાં ચોખાનો વપરાશ ઘણો વધારે છે. અચાનક ચોખાનો જથ્થો ઘટાડી દેવાતા હવે પરિવારોને બહાર ની દુકાનો માંથી ઊંચા ભાવે ચોખા ખરીદવાની ફરજ પડશે, જેનાથી તેમનું ઘરનું બજેટ ખોરવાઈ જશે.
અગાઉ પુરવઠા વિભાગ દ્વારા વ્યક્તિદીઠ ૧ કિલો બાજરી અપાતી હતી, જે આ મહિને વધારીને ૨ કિલો કરાઈ છે. ત્યારે આ વધારાની બાજરીનો તેમની  જરૂરિયાત મુજબ ઉપયોગ થતો નથી. ગ્રાહકો હવે રેશન સંચાલકો પાસે બાજરીના બદલે અગાઉની જેમ જ વ્યક્તિદીઠ ૩ કિલો ચોખા આપવાની માંગ કરી રહ્યા છે અને સરકાર આ નિર્ણય પર પુનઃવિચાર | કરે તેવી માંગ પણ કરે છે

(10:46 PM IST)