News of Monday, 7th September 2026
હિંમતનગરના હડિયોલ ખાતે બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતો દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ સંમેલન યોજાયું
અપોષણક્ષમ ભાવ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને વિવિધ બહાના હેઠળ ખેડૂતોના ચૂકવવાના રૂપિયામાં કપાત કરાતી હોવાના આક્ષેપો સાથે ખેડૂતોમાં રોષ

સાબરકાંઠાના હિંમતનગરના હડિયોલ ખાતે બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતો દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ સંમેલન યોજાયું હતું. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો સંમેલનમાં જોડાયા હતા. અપોષણક્ષમ ભાવ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને વિવિધ બહાના હેઠળ ખેડૂતોના ચૂકવવાના રૂપિયામાં કપાત કરાતી હોવાના આક્ષેપો સાથે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોની ચાર મુખ્ય માગણીઓને લઈને યોજાયેલા આ વિરોધ સંમેલનમાં આગામી 13 સપ્ટેમ્બરે હિંમતનગર ખાતે બટાકા ઉત્પાદક ખેડૂતોનું વિશાળ મહાસંમેલન યોજી ઉગ્ર વિરોધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
