તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
છોટાઉદેપુરના જબુગામ નજીક રેલ્વે ટ્રેક ઉપર ઝાડ પડતા વીજ લાઇનમાં નુકશાન
વડોદરા અને મધ્ય પ્રદેશના જોબટને જોડતી રેલ સેવા ખોરવાઈ: જોબટથી વડોદરા તરફ જતી ટ્રેનને છોટાઉદેપુર રોકી દેવામાં આવી

છોટાઉદેપુર જિલ્લાના જબુગામ નજીક રેલ્વે ટ્રેક ઉપર ઝાડ પડતા વીજ લાઇનમાં નુકશાન થયું છે. ગત રાત્રીના સમયે વાવાઝોડા સાથે થયેલા વરસાદને લઈ રેલ સેવા પર અસર થઈ છે. વડોદરા અને મધ્ય પ્રદેશના જોબટને જોડતી રેલ સેવા ખોરવાઈ છે. રેલ વિભાગને જાણ થતા કર્મચારીઓ કામે લાગ્યા છે. જોબટથી વડોદરા તરફ જતી ટ્રેનને છોટાઉદેપુર રોકી દેવામાં આવી હતી. મધ્યપ્રદેશ તરફથી વડોદરા જતા મુસાફરો અટવાયા હતાં. જ્યાં સુધી લાઇન રીપેરીંગની કામગીરી પૂરી નહીં થાય ત્યાં અને સુધી રેલ સેવા બંધ રહેશે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
