<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

પી એસપી પ્રોજેકટસ લિમિટેડના ચેરમેન પ્રહલાદભાઈ પટેલ શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ ખાતે પોતાનો જન્‍મદિવસ અને લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરશે

રાજકોટઃ પી એસ પી પ્રોજેકટસ લિમિટેડના ચેરમેન શ્રી પ્રહલાદભાઈ પટેલ પોતાના જન્‍મદિવસ અને લગ્નની વર્ષગાંઠની ઉજવણી આ વર્ષે એક અનોખી અને હૃદયસ્‍પર્શી રીતે કરવા જઈ રહ્યા છે. તા. ૫ જુલાઈ, ૨૦૨૬ (રવિવાર) ના રોજ તેઓ અમદાવાદ સ્‍થિત શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ ખાતે જન્‍મજાત હૃદયરોગથી પીડિત બાળકો સાથે આ ખાસ દિવસ ઉજવશે.

શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ વિશ્વસ્‍તરીય સુવિધાઓથી સજ્જ એક સેવાભાવી સંસ્‍થા છે, જ્‍યાં જન્‍મજાત હૃદયરોગથી પીડિત બાળકોને સંપૂર્ણપણે નિઃશુલ્‍ક સારવાર, સર્જરી અને અનુગામી સારવાર પૂરી પાડવામાં આવે છે. ‘‘દિલ વિથઆઉટ બિલ''ના પવિત્ર ધ્‍યેય સાથે કાર્યરત આ હોસ્‍પિટલ હજારો પરિવારોના જીવનમાં આશાનું કિરણ બની છે.

આ પ્રસંગે શ્રી પ્રહલાદભાઈ પટેલ હોસ્‍પિટલમાં સારવાર લઈ રહેલા બાળકો અને તેમના પરિવારો સાથે સમય વિતાવશે, તેમને શુભેચ્‍છાઓ પાઠવશે તથા તેમના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કરશે. પોતાના જીવનના આ ખાસ દિવસને સમાજના જરૂરિયાતમંદ બાળકો સાથે વહેંચવાનો તેમનો આ નિર્ણય માનવતા, કરુણા અને સામાજિક જવાબદારીનું સુંદર ઉદાહરણ છે.

પી એસ પી પ્રોજેક્‍ટસ લિમિટેડ દેશની અગ્રણી ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને કન્‍સ્‍ટ્રક્‍શન કંપનીઓમાંની એક છે, જે શિક્ષણ, આરોગ્‍ય, સરકારી તથા ખાનગી ક્ષેત્રના અનેક મહત્‍વપૂર્ણ પ્રોજેકટ્‍સ સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂકી છે. હાલમાં કંપની શ્રી સત્‍ય સાઈ સંસ્‍થાના મહત્‍વાકાંક્ષી શ્રી સત્‍ય સાઈ નર્સિંગ કોલેજના નિર્માણ કાર્યમાં પણ મહત્‍વપૂર્ણ યોગદાન આપી રહી છે . સમાજ અને રાષ્‍ટ્રના વિકાસમાં કંપનીનું યોગદાન માત્ર ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સુધી મર્યાદિત નથી, પરંતુ માનવસેવાના મૂલ્‍યો સાથે પણ ગાઢ રીતે જોડાયેલું છે. આ ઉજવણી માત્ર જન્‍મદિવસ કે લગ્નની વર્ષગાંઠની ઉજવણી નહીં, પરંતુ પ્રેમ, સેવા, કરૂણા અને માનવતાના મૂલ્‍યોને સમર્પિત એક યાદગાર ક્ષણ બનશે. 

 

(11:03 AM IST)