<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

ધોરણ-1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ ફરજિયાત નથી: પ્રાથમિક શિક્ષણ નિયામકનો મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર

પ્રી-સ્કૂલ પૂર્ણ કર્યાનું સર્ટિફિકેટ અથવા પ્રમાણપત્રના અભાવે કોઈ બાળકનો પ્રવેશ નકારી શકાશે નહીં

ગાંધીનગર :ગુજરાતના શિક્ષણ વિભાગે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાઅધિકારી અને શાશનાધિકારીને પત્ર લખ્યો છે. ધોરણ-1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ (Pre-School)નું સર્ટિફિકેટ ફરજિયાત નથી. પ્રાથમિક શિક્ષણ નિયામકનો મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર. RTE Act-2009 મુજબ ધોરણ-1માં પ્રવેશ માટે માત્ર બાળકની નિયત ઉંમર જ માન્ય રહેશે. પ્રી-સ્કૂલ પૂર્ણ કર્યાનું સર્ટિફિકેટ અથવા પ્રમાણપત્રના અભાવે કોઈ બાળકનો પ્રવેશ નકારી શકાશે નહીં. જો કોઈ શાળા પ્રી-સ્કૂલ સર્ટિફિકેટના નામે પ્રવેશમાં અવરોધ ઉભો કરશે તો સંબંધિત શાળા સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

(6:45 PM IST)