તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સંતરામપુરના રહેવાસી પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર
ચાંદખેડા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા આ યુવક અને યુવતીએ કોઈ અગમ્ય કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું

અમદાવાદ :શહેરના ચાંદખેડા વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. મૃતકોની ઓળખ પટેલિયા જયદીપકુમાર અને ડામોર નીતાબેન તરીકે થઈ છે. આ બંને યુવક અને યુવતી મૂળ પંચમહાલ જિલ્લાના સંતરામપુરના રહેવાસી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ચાંદખેડા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા આ યુવક અને યુવતીએ કોઈ અગમ્ય કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. સ્થાનિકો દ્વારા આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસને તપાસ દરમિયાન કોઈ ચોક્કસ સ્યુસાઈડ નોટ મળી છે કે કેમ, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે.
ચાંદખેડા પોલીસ સ્ટેશનના અધિકારીAઓએ આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મૃતક યુવક અને યુવતીના પરિવારજનોનો સંપર્ક કરીને તેમના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ બંને વચ્ચેના સંબંધો કે પછી અન્ય કોઈ કારણોસર તેમણે આ આત્મઘાતી નિર્ણય લીધો, તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. સંતરામપુરથી તેમના પરિવારજનો પણ અમદાવાદ આવવા રવાના થયા છે. આ ઘટનાને પગલે બંનેના વતન અને ચાંદખેડા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
