તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
ખેતરોમાં થાંભલાના બદલામાં વળતર વધારા સહિતની નવી નીતિની તૈયારી
ખેડૂત આંદોલનનો પડઘોઃ આંદોલનકારોની માંગણીઓ પ્રત્યે સરકાર હકારાત્મક વિચારણા કરવાના માર્ગેઃ મંત્રણા પર આધાર

રાજકોટ, તા.૩૦ રાજયમાં મોરબી પંથકમાં અને અન્યંત્ર કેટલીક જગ્યાએ સરકાર સામે ખેડૂતો આંદોલન ચલાવી રહયા છે. તેના પડધા ગાંધીનગર સુધી પહોંચ્યા છે. ખેતરોમાં નાખવામાં આવતા વીજ થાંભલા અને પસાર થતી ભારે વીજ લાઇનના વિરોધમાં ખેડૂતોના આક્રોશ છે. રાજય સરકાર ખેડૂતો માટે વળતર વધારા સીહતની માંગણીઓ સંભર્દે નવી નીતિ જાહેર કરવા આગળ વધ્યાનું જાણવા મળે છે. આંદોલનકાર ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે કયારે મંત્રણા થાય અને તેનું શું પરિણામ આવે તે બાબતે હજુ ચિત્ર સ્પષ્ટ નથી.
જે ખેડૂત ખેતરમાંથી થાંભલા નાખી વીજ લાઇન પસાર કરવામાં આવે તેને જંગી મુજબ વળતર આપવાની જોગવાઇ છે. જંત્રી મુજબનું વળતર બજાર કિંમતની સરખામણીએ ઘણુ ઓછુ મળી શક.ે વીજ લાઇન પસાર થવાથી સરકારને જગ્યાના વપરાશનો અધિકાર મળે છે. ખેડૂતોની માલિકી યથાવત રહે છે.
વીજ લાઇનના કારણે થતી મુશ્કેલીને ખેડૂતો આંદોલન દ્વારા વાચા આપી રહયા છે. રાજયના અનેક જગ્યાએ આ પ્રશ્ન છે. સરકાર ખેડૂતોને વીજ લાઇનના બદલામાં વળતર વધારવા વિચારી રહી છે. સરકાર અને ખેડૂતો વચ્ચે સુખદ ઉકેલ આવવાની આશા જાગી છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
