તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
ગુજરાતમાં સહકારી ક્ષેત્રની મોકૂફ રહેલ ચૂંટણીઓ હવે યોજવાની તૈયારી
૬૦ જેટલી સહકારી સંસ્થાઓમાં વધારેલ મુદત ર૯ જુલાઇએ પૂર્ણ થાય છે : ચૂંટણી પક્ષના નિશાન પર નહિ છતાં રાજકીય રંગનો સંગ

રાજકોટ, તા. ૧૧ : રાજયમાં પાલિકા-પંચાયતોની ચૂંટણી સહિતના કારણોસર સરકારે મોકૂફ રાખેલ સહકારી સંસ્થાઓની ચૂંટણી આવતા બે માસમાં યોજવાના ચક્રો ગતિમાન થયાનું જાણવા મળે છે. સરકારે જે તે ખવતે જયાં ચૂંટણી થવા પાત્ર હતી તેવા સહકારી સંસ્થાઓમાં ચૂંટાયેલી પાંખની મુદત તા. ર૯ જુલાઇ ર૦ર૬ સુધી લંબાવી હતી હવે મુદત પુરી થાય તે પહેલા સરકાર ચૂંટણીઓ કરાવી લેવા માંગ છે. સહકારી સંસ્થાઓની ચૂંટણી પક્ષના નિશાન પર લડાતી નથી પણ તેને રાજકીય રંગ લાગે છે.
રાજયમાં સહકારી બેંકો, દૂધ સંઘો, તાલુકા ખરીદ -વેચાણ સંઘ, માર્કેટયાર્ડ વગેરે સહિત ૬૦ જેટલી સંસ્થાઓની ચૂંટણી ર૯ જુલાઇ સુધીમાં યોજવાની થાય છે. ચૂંટણીની મતદાર યાદી સહિતની કામગીરી જેતે જિલ્લાના કલેકટર અને જિલ્લા રજીસ્ટ્રારના વડપણ હેઠળ નિયુકત ચૂંટણી અધિકારી દ્વારા કરવાની થાય છે. ઉમેદવારી પત્ર રજુ કરવાની, ચકાસણીની, પાછી ખેંચવાની મુદત, મતદાન વગેરે કામગીરી ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવે છે. જે સંસ્થાઓમાં જે બેઠક માટે મતદાન કરાવવાની જરૂર પડે ત્યાં મતદાન મતપેટી દ્વારા કરાવવામાં આવે છે.
રાજકોટ જિલ્લા સહકારી બેંક, જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ વગેરેને મુદત વધારાનો લાભ મળ્યો છે. રાજયમાં આવી ૬૦ જેટલી સહકારી સંસથાઓમાં ચૂંટણી આવી રહી છે.
રાજયમાં હાલ મોટાભાગની સહકારી સંસ્થાઓમાં ભાજપનું પ્રભુતા છે. કેન્દ્ર સરકારે સહકારી પ્રવૃતિના વિકાસ માટે અલગ સહકાર મંત્રાલય બનાવ્યું છે. સહકારી ક્ષેત્રે ચૂંટણીઓ રાજકીય પક્ષના નિશાન વગર લડાતી હોવા છતાં તેમાં રાજકીય પ્રભાવ વ્યાપક રહે છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
