તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
અમદાવાદના જગન્નાથ મંદિરમાં પવિત્ર જળયાત્રાની તડામાર તૈયારીઓ :108 કળશના રંગરોગાન અને કાવડ થયા તૈયાર
જળયાત્રા દરમિયાન મંદિરના મહંત, ટ્રસ્ટીઓ અને આમંત્રિત મહેમાનો સાબરમતી રિવર ક્રૂઝમાં સવાર થઈ સાબરમતી નદીમાંથી પવિત્ર જળ ભરી લાવશે

અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં 29 જૂને યોજાનારી ભગવાન જગન્નાથજીની પવિત્ર જળયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરને ધ્વજ-પતાકાઓથી શણગારવામાં આવી રહ્યું છે, જ્યારે 108 કળશના રંગરોગાન અને કાવડ તૈયાર કરવાની કામગીરી પણ અંતિમ તબક્કામાં પહોંચી છે. જળયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.
જળયાત્રા દરમિયાન મંદિરના મહંત, ટ્રસ્ટીઓ અને આમંત્રિત મહેમાનો સાબરમતી રિવર ક્રૂઝમાં સવાર થઈ સાબરમતી નદીમાંથી પવિત્ર જળ ભરી લાવશે. ત્યારબાદ ભુદરના આરે વૈદિક વિધિ મુજબ પૂજન કરવામાં આવશે અને પછી આ જળ મંદિર સુધી લાવવામાં આવશે. આ પવિત્ર જળથી ભગવાન જગન્નાથજીનો 108 કળશ વડે મહાભિષેક કરવામાં આવશે.
જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજી વર્ષમાં માત્ર એક જ વાર ધારણ કરવામાં આવતા ગજવેશમાં ભક્તોને દર્શન આપશે. ભગવાનના ગણપતિ સ્વરૂપના આ દુર્લભ દર્શન માટે દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અમદાવાદના જગન્નાથ મંદિરે ઉમટી પડે છે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
