News of Friday, 4th September 2026
વડોદરામાં વડાપ્રધાન મોદીના આગમનની તડામાર તૈયારી: કુલ ₹35 હજાર કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
વડોદરામાં વડાપ્રધાન મોદીના આગમનની તડામાર તૈયારી: કુલ ₹35 હજાર કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત - કાર્યક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે અને કાર્યક્રમના આશરે 12 કલાક પહેલા લોકોને ટિકિટ મોકલાશે : સોશિયલ મીડિયા પર પ્રચાર માટે ખાસ હેશટેગ પણ તૈયાર

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડોદરામાં ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન મોદી વિશાળ સભાને સંબોધન કરશે. કાર્યક્રમ દરમિયાન કુલ ₹35 હજાર કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. વિકસિત ભારતનો પાયો વડોદરાથી નખાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે અને કાર્યક્રમના આશરે 12 કલાક પહેલા લોકોને ટિકિટ મોકલવામાં આવશે. ઉપસ્થિત લોકો માટે ફૂડ કોર્ટ સહિતની વિવિધ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે. કાર્યક્રમને લઈને સોશિયલ મીડિયા પર પ્રચાર માટે ખાસ હેશટેગ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
