<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડોદરા આગમનને લઈને તૈયારીઓ તેજ : ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યું

૮ સપ્ટેમ્બરના રોજ યોજાનાર પ્રધાનમંત્રીના કાર્યક્રમને પગલે વહીવટી અને સંગઠનાત્મક વ્યવસ્થાઓની સમીક્ષા કરાઈ : મંત્રી, ધારાસભ્યો અને સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી ૮ સપ્ટેમ્બરના રોજ વડોદરા ખાતે યોજાનારા ભવ્ય કાર્યક્રમના અનુસંધાને તૈયારીઓ આખરી ઓપ લઈ રહી છે. આ કાર્યક્રમ સંદર્ભે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તમામ તૈયારીઓ તેમજ વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

પ્રધાનમંત્રીના આ પ્રવાસને સફળ બનાવવા માટે સંગઠન અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરતા પ્રદેશ અધ્યક્ષે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, મેયર ગીતાબેન મકવાણા સહિત સ્થાનિક ધારાસભ્યો અને સંગઠનના ઉચ્ચ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(6:43 PM IST)