<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

જગન્નાથજી મંદિરના રસોડામાં તૈયારી: ભવ્ય ભંડારા માટે 7,000 લીટર દૂધપાક, 4,000 લીટર કઢી, 3,000 કિલો બટાકાનું શાક, 2,000 કિલો ચણા તૈયાર કરાશે

ભક્તિ, સેવા અને સમરસતાના આ દિવ્ય માહોલમાં મહાપ્રસાદનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.

અમદાવાદમાં જળયાત્રાની પવિત્ર વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી આજે મોસાળથી નિજમંદિરમાં પરત ફર્યા છે. ભગવાનના આગમન બાદ મંદિરમાં નેત્રોત્સવ વિધિ અને ત્યારબાદ એક ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપ્રસાદમાં હજારો સાધુ-સંતો અને ભાવિક ભક્તો જોડાશે, જેના માટે મંદિરના રસોડામાં વહેલી સવારથી જ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ ભવ્ય ભંડારા માટે 7,000 લીટર દૂધપાક, 4,000 લીટર કઢી, 3,000 કિલો બટાકાનું શાક, 2,000 કિલો ચણા, 1,500 કિલો પુરી, 1,200 કિલો ભાત અને 400 કિલો લોટના ભજીયા સહિતનો ભાતભાતનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. ભક્તિ, સેવા અને સમરસતાના આ દિવ્ય માહોલમાં મહાપ્રસાદનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.

(12:44 PM IST)