તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે તૈયારી :11 જુલાઈએ ભકતો કરી શકશે મામેરાના દર્શન: મોસાળ પક્ષની પત્રિકા આવી સામે
ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા માટે જમાલપુર મંદિરે તૈયારીઓ શરુ:16 જુલાઈએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી સાથે નગરચર્યાએ નીકળશે

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા 2026 ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને ભકતોમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે. મોસાળ પક્ષ દ્વારા મામેરાની પત્રિકા સામે આવી છે જેમાં 11 જુલાઈ 2026ના રોજ સરસપુરમાં ભગવાનના મામેરાના દર્શન કરી શકાશે. સવારે 11 થી રાત્રિના 9 વાગ્યા સુધી આ દર્શન કરી શકાશે.
મુખ્ય યજમાન તરીકે દવે પરિવારને લાભ મળ્યો છે, તો આ મામેરાના દર્શન કરવા જે પણ ભકતોને જઉં હશે તેમણે શ્રી રણછોડજી મંદિર સરસપુર ખાતે દર્શન કરી શકશે. પૌરાણિક અને ઐતિહાસિક 149મી રથયાત્રા જગન્નાથ મંદિર જમાલપુરથી નીકળે છે.
16 જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા માટે જમાલપુર મંદિરે તૈયારીઓ શરુ થઇ ગઈ છે. 16 જુલાઈએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી સાથે નગરચર્યાએ નીકળશે.
ભગવાનના રથને આકર્ષક કલરકામ અને વિશેષ શણગાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. રથયાત્રાના મુખ્ય આકર્ષણ સમાન ગજરાજ પણ તૈયાર છે. મંદિર પરિસરમાં અત્યારથી જ ભાવિકોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ભક્તો ભગવાનના શણગાર અને નૂતન વાઘા સાથે દર્શનાર્થે પહોંચી રહ્યા છે.
રથયાત્રાના રૂટ પર ગજરાજની મુવમેન્ટ ટ્રેક કરવા માટે દરેક હાથીની અંબાડી પર અત્યાધુનિક જીપીએસ સિસ્ટમ બેસાડવામાં આવશે. આ સિસ્ટમ માત્ર લોકેશન જ નહીં, પરંતુ ગજરાજની ગતિવિધિઓ પર પણ સતત દેખરેખ રાખશે.
આ સિસ્ટમમાં 360-ડિગ્રી કેમેરા પણ સામેલ હશે, જેનું લાઈવ ફીડ સીધું પોલીસ કંટ્રોલરૂમ સુધી પહોંચાડવામાં આવશે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓને રોકવાનો અને ભીડમાં ગજરાજની સ્થિતિ જાણીને તુરંત પ્રતિસાદ આપવાનો છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
