<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ :હવે જુના અને નવા રણછોડરાય મંદિરે થશે મામેરું; 25 વર્ષ બાદ જૂની પરંપરા ફરીથી શરૂ

યજમાન બાદ મંદિરનું અલગ ખાસ મામેરું થશે. આમ આ વર્ષે બે મામેરા થશે

અમદાવાદમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રાનું ધૂમધામથી આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રાને લઈ ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ભક્તો માટે ખૂબ જ આનંદના સમાચાર આવ્યા છે. 25 વર્ષો બાદ જૂની પરંપરા ફરીથી શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે, જે હેઠળ હવે જૂના રણછોડરાય મંદિરે પણ મામેરું થશે. આમ, આ વર્ષે જૂના અને નવા રણછોડરાય મંદિરે મામેરું થશે. માહિતી અનુસાર, યજમાન બાદ મંદિરનું અલગ ખાસ મામેરું થશે. આમ આ વર્ષે બે મામેરા થશે

(11:08 PM IST)