<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

અમદાવાદના વેજલપુર વોર્ડ સમિતિની બેઠકમાં મહિલા નેતાઓના પતિની હાજરી જોવા મળતા વિવાદ સર્જાયો

આ મામલે ધારાસભ્ય અને સંબંધિત અધિકારીઓને જાણ હોવા છતાં તેમણે આંખ આડા કાન કર્યા હોવાના આરોપો

અમદાવાદના વેજલપુર વોર્ડ સમિતિની બેઠકમાં મહિલા કોર્પોરેટરોના સ્થાને તેમના પતિઓની હાજરી જોવા મળતા વિવાદ સર્જાયો છે. ધારાસભ્ય અમિત ઠાકરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોર્પોરેટર જેઠીબેન ડાંગર અને હેમાબેન શાહના પતિ હાજર હોવાનું સામે આવ્યું હતું. ચૂંટાયેલા પ્રતિનિધિઓના બદલે તેમના પતિદેવો બેઠકમાં હાજર રહેતા સ્થાનિક રાજકારણમાં ચર્ચા શરૂ થઈ છે. આ મામલે ધારાસભ્ય અને સંબંધિત અધિકારીઓને જાણ હોવા છતાં તેમણે આંખ આડા કાન કર્યા હોવાના આરોપો પણ ઉઠી રહ્યા છે. સમગ્ર ઘટનાએ મહિલા પ્રતિનિધિત્વ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની કાર્યપદ્ધતિ અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.

(2:09 PM IST)