<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં વડગામ ખાતે ‘યુવા સંવાદ’ કાર્યક્રમ યોજાયો:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વડગામ ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહેતા જગદીશભાઈ વિશ્વકર્મા:વડગામ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત જિલ્લા ભાજપા દ્વારા આયોજિત બાળકોને નોટબુક અને કીટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા જગદીશભાઈ વિશ્વકર્મા

અમદાવાદ :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા બનાસકાંઠાના વડગામ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યાં હતાં. જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં વડગામ ખાતે ‘યુવા સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. આ પૂર્વે તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વડગામ ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો. જગદીશભાઈ વિશ્વકર્મા ‘સેવા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ભાજપા દ્વારા વડગામ ખાતે આયોજિત બાળકોને નોટબુક અને કીટ વિતરણ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ આ પ્રસંગે બાળકોને સામગ્રી વિતરણ કર્યું હતું તેમજ બાળકો અને વાલીઓ સાથે સ્નેહસભર અને આત્મીય સંવાદ કર્યો હતો.

‘યુવા સંવાદ‘ કાર્યક્રમમાં યુવાનો સાથે સંવાદ કરતાં વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનના ૨૫ વર્ષ માત્ર એક રાજકીય સફર નથી, પરંતુ નિસ્વાર્થ સેવા, અવિરત સમર્પણ અને રાષ્ટ્રનિર્માણ માટે સતત કાર્ય કરવાની એક પ્રેરણાદાયી યાત્રા છે.
 વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, અમૃતકાળમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં સૌથી મહત્વની ભૂમિકા યુવા પેઢીની છે. યુવાનોએ પોતાની પ્રતિભા, ઊર્જા અને સામર્થ્યને રાષ્ટ્રનિર્માણ સાથે જોડીને ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પને સાકાર કરવામાં સક્રિય ભાગીદાર બનવું જોઈએ. આ પ્રસંગે વિશ્વકર્માએ વડગામ વિસ્તારના યુવાનો સાથે સીધો સંવાદ કરી તેમના અનુભવો જાણ્યા હતા તથા તેમને દેશના વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા આહ્વાન કર્યું હતું.
 જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ દેશની યુવા શક્તિને માત્ર રોજગાર શોધનાર નહીં પરંતુ રોજગાર સર્જનારી અને દેશના વિકાસને દિશા આપનારી શક્તિ તરીકે સશક્ત બનાવવાનો અભિગમ અપનાવ્યો છે. યુવાનોમાં રહેલી ક્ષમતા, સર્જનાત્મકતા અને સાહસને યોગ્ય તકો મળે તે માટે શિક્ષણથી લઈને કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા, સંશોધન અને રમતગમત સહિતના વિવિધ ક્ષેત્રોમાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં નવા અવસરો ઊભા થયા છે. ભારત આજે નવી પેઢીના આત્મવિશ્વાસ અને નવીન વિચારોથી આગળ વધી રહ્યું છે. તેમણે યુવાનોને પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાની સાથે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી નિભાવવાની પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી, પ્રદેશ મંત્રી સંજયભાઈ દેસાઈ, પ્રભારી ધવલભાઈ દવે, ધારાસભ્યો સહિત સંગઠનના પદાધિકારીઓ, ભાજપા આગેવાનો, અગ્રણીઓ અને યુવાનો, બાળકો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં

(6:48 PM IST)