તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું એકતાનગર ખાતે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત : ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં આપશે હાજરી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મંત્રી પ્રફુલ પાનશેરિયા અને સાંસદ મનસુખ વસાવા સહિતના મહાનુભાવોએ કર્યું ભાવભીનું અભિવાદન : દેશભરમાંથી ફિલ્મ જગતની પ્રતિષ્ઠિત હસ્તીઓનું એકતાનગરમાં આગમન

રાજપીપળા:ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગમન થતાં તેમનું ભવ્ય અને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એકતાનગર ખાતે પ્રથમવાર આયોજિત થઈ રહેલા રાષ્ટ્રીય કક્ષાના ગૌરવપૂર્ણ સમારોહમાં હાજરી આપવા માટે પધારેલા રાષ્ટ્રપતિનું વિવિધ અગ્રણીઓ અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉષ્માભર્યું અભિવાદન કરાયું હતું.
મહાનુભાવો દ્વારા કરાયું સ્વાગત:
રાષ્ટ્રપતિના એકતાનગર આગમન પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, પ્રોટોકોલ મંત્રી પ્રફુલ પાનશેરિયા, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, SSNNL ના MD મુકેશ પુરી, જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ અને જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.
૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રહેશે મુખ્ય અતિથિ:
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ એકતાનગર ખાતે યોજાનારા ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેઓ વિવિધ કેટેગરીમાં વિજેતા બનેલા શ્રેષ્ઠ ફિલ્મકારો અને કલાકારોને પોતાના હસ્તે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરશે. એકતાનગર ખાતે પ્રથમ વખત યોજાઈ રહેલા આ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત સમારોહના સાક્ષી બનવા માટે દેશના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, ફિલ્મ જગતના દિગ્ગજ કલાકારો અને આમંત્રિત મહેમાનોનું એકતાનગર ખાતે સતત આગમન થઈ રહ્યું છે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
