News of Tuesday, 2nd June 2026
છેલ્લા છ માસમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત બે ગણીઃ રૂા. ૧૬૯૧થી વધી રૂા. ૩૧૧૩ થઈ
પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો ઝીંકી જનતા પાસેથી ૪૦ લાખ કરોડ વસૂલ્યા

અમદાવાદ તા.૨: બહુત હુઈ મહંગાઈ કી માર અને અચ્છેદિનના રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનારી ભાજપ સરકારમાં મોંઘવારી આસમાને, પેટ્રોલ-ડીઝલ, LPG-CNG ના ભાવ બેફામ રીતે. વધી રહ્યા છે. જેના કારણે નાના દુકાનદારો, હોટેલ વ્યવસાયકારો અને અન્ય વેપારીઓની સ્થિતિ કફોડી બની ગઈ છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ગેસ મોંઘો થાય ત્યારે તેની અસર માત્ર ચૂલા સુધી મર્યાદિત રહેતી નથી, પરંતુ ખાણી-પીણીની વસ્તુઓના ભાવ પર પણ તેની સીધી અસર પડે છે. આં.રા. બજારમાં કાચા તેલ અને LPGની કિમત ઓછી થતી હોય ત્યારે નાગરિકોને કેમ રાહત અપાતી નથી? તેવો સવાલ કોંગ્રેસે ઉઠાવ્યો કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ કેન્દ્ર સરકારની આકરી આલોચના કરતા જણાવ્યું છે કે, યુદ્ધની આડમાં પ્રજા પર સતત ભાવ વધારાના ડોઝથી સામાન્ય-મધ્યમવર્ગના પરિવારો માટે માટે ગુજરાન કેવી રીતે ચલાવવું તેવો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. સિલિન્ડર અઢીથી ત્રણ ગણો મોંઘો થયો તેની સામે સામાન્ય માણસની આવક પણ એટલી જ વધી છે? દરેક વખતે આંતરરાષ્ટ્રીય બજાર અને અન્ય કારણોનો હવાલો આપી જવાબદારીથી બચવું શું જનતા સાથે ન્યાય ગણાય? અચ્છે દિનના વચનો પછી જો જીવનજરૂરી મૂળભૂત જરૂરિયાતો જ સતત મોંઘી થતી રહે તો શું આ મોથવારી પર નિયંત્રણ છે? પેટ્રોલ-ડીઝલ, ગેસના અસહ્ય ભાવ વધારાની ભેટ આપતી ભાજપ સરકારમાં અહંકાર, નિરંકુશતાને કારણે દેશની જનતા મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. દૂધ સહિતની દૈનિક જીવનજરૂરી ચીજવસ્તુઓના આસમાનને આંબતા ભાવથી સામાન્ય વર્ગની કમર તૂટી ગઈ છે. ૨૦૧૪-૧૫થી વર્ષ ૨૦૨૪-૨૬ના ૧૨ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડયૂટીમાં સતત વધારો ઝીંકીને ૪૦ લાખ કરોડ જેટલી જંગી રકમ દેશની જનતા પાસેથી વસૂલી હોવાનું તેમણે ઉમેર્યું છે
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
